ઉનાળામાં માથાના દુખાવાથી લઈ ડિહાઈડ્રેશનની સમસ્યા માટે રામબાણ છે આ ઘરેલુ નુસખા

Health Tips For Summer: ગરમીના કારણે ડિહાઈડ્રેશનથી લઈ માથાના દુખાવા, થાક-નબળાઈ, શરદી- ઉધરસ પણ વધારે જોવા મળે છે.  આ સિવાય તડકાના કારણે સનબર્ન અને સ્કીન ટેનિંગ પણ ગરમીના દિવસોની સામાન્ય સમસ્યા છે. ઉનાળામાં પરસેવો વધારે થાય છે જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે.

ઉનાળામાં માથાના દુખાવાથી લઈ ડિહાઈડ્રેશનની સમસ્યા માટે રામબાણ છે આ ઘરેલુ નુસખા

Health Tips For Summer: ઉનાળાની ઋતુમાં ગરમી વધવાની સાથે સ્વાસ્થ્ય સમસ્યા પણ વધી જતી હોય છે. ગરમીના કારણે ડિહાઈડ્રેશનથી લઈ માથાના દુખાવા, થાક-નબળાઈ, શરદી- ઉધરસ પણ વધારે જોવા મળે છે.  આ સિવાય તડકાના કારણે સનબર્ન અને સ્કીન ટેનિંગ પણ ગરમીના દિવસોની સામાન્ય સમસ્યા છે. ઉનાળામાં પરસેવો વધારે થાય છે જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે. ઉનાળામાં થતી આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપચાર કરી શકો છો. આ ઉપચાર ઉનાળામાં થતી અલગ અલગ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.

આ પણ વાંચો:

માથાનો દુખાવો 
જો તમને ઉનાળામાં અસહ્ય માથાનો દુખાવો રહેતો હોય નિયમિત રીતે એક ગ્લાસ તરબૂચનું જ્યૂસ પીવાનું રાખો. આ જ્યુસ તમને આવશ્યક પોષકતત્વો પુરા પાડે છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
 
એસિડિટી 
જ્યારે પણ તમને એસિડિટી થાય તો લવિંગનો ટુકડો મોંમાં મુકી તેને ચૂસો. લવિંગમાં રહેલા કુદરતી તેલ એસિડિટી ઘટાડવામાં મદદ કરશે.

ઉધરસ 
જો તમને સૂકી ઉધરસ થઈ છે તો આ ઉપાય ચોક્કસપણે અજમાવો. તેના માટે 6 ખજૂરને અડધા લિટર દૂધમાં ધીમી આંચ પર ઉકાળો. જ્યારે દૂધ અડધું થઈ જાય તો તેનું સેવન કરો. આ દૂધ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત લેવાથી લાભ થાય છે.

માઈગ્રેન
જો માઈગ્રેનનો દુખાવો રહેતો હોય તો સવારે ખાલી પેટ એક સફરજનનું સેવન કરવું જોઈએ. તેનાથી દુખાવાથી રાહત મળે છે.

ત્વચાની સમસ્યા માટે
ઉનાળામાં થતી ત્વચાની સમસ્યા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. તેનો રસ કરીને કે પેસ્ટ કરીને તમે તમારા ચહેરા, ગરદન અને આંખો પર લગાવી શકો છો. તેનાથી ખીલ, બ્લેકહેડ્સ, સનબર્ન દૂર કરવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news