GT vs RR: અમદાવાદમાં આજે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુકાબલો, આ ખતરનાક ખેલાડી મચાવી શકે છે ધૂમ
IPL 2023 GT vs RR Pitch Report Match 23: ગુજરાત ટાઇટન્સ IPL 2023 ની 23મી મેચમાં રાજસ્થાન સાથે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતે છેલ્લી મેચમાં પંજાબને હરાવ્યું હતું.
Trending Photos
GT vs RR: IPL 2023ની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. આ સિઝનમાં બંને ટીમ શાનદાર ફોર્મમાં છે. ગુજરાતે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું, જ્યારે રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના ઘરઆંગણે હરાવ્યું હતું.
આજે અમદાવાદનું હવામાન કેવું રહેશે?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે સાંજે 7.30 વાગ્યાથી રમાનાર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચ દરમિયાન આકરી ગરમી પડવાની સંભાવના છે. અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે. આવી સ્થિતિમાં, સાંજે સાત વાગ્યે મેચના ટોસના સમય સુધી, તે 37 ડિગ્રીની નજીક રહેવાની ધારણા છે. વરસાદની કોઈ શક્યતા નથી.
રાજસ્થાન શાનદાર ફોર્મમાં
ચેપોક મેદાનમાં રાજસ્થાનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બેટિંગમાં જોસ બટલર સતત રન બનાવી રહ્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલે પણ તેને ઘણો સપોર્ટ કર્યો છે. તે જ સમયે, ફિનિશર તરીકે, શિમરોન હેટમાયરે ટીમને મોટા ટોટલ સુધી પહોંચવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની સ્પિનનો જાદુ છવાઈ ગયો છે.
આ પણ વાંચો:
અતીક-અશરફ મર્ડર કેસ પાછળ છે મોટું કાવતરું! આ 5 વાતો કરે છે ઈશારો
અમદાવાદીઓ નવુ ઘર લેતા પહેલા ચેક કરી લેજો, ક્યાંક તમારુ મકાન તો આવું ઢચુપચુ નથી ને
ગણેશજી આજે આ 4 રાશિ પર રહેશે મહેરબાન, મકર રાશિવાળાની માથે આવી શકે છે મુસીબત
ચેમ્પિયનની જેમ રમી રહ્યું છે ગુજરાત
બીજી તરફ કેપિટન હાર્દિક પંડ્યાની વાપસી સાથે ગુજરાત ટાઇટન્સ ફરી જીતના પાટા પર આવી ગયું છે. ટીમે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. બેટિંગમાં શુભમન ગિલની બેટિંગ આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી જોરદાર છે. સાથે જ સાઈ સુદર્શન પણ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે. રાશિદ ખાન બોલિંગમાં અસરકારક રહ્યો છે, જ્યારે મોહિત શર્માએ છેલ્લી મેચમાં પોતાની બોલિંગથી ખાસ પ્રભાવિત કર્યા હતા.
કેવી છે અમદાવાદની પીચ
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર જોરદાર રન વરસે છે અને બેટ્સમેનોને ફૂલ મોજ પડે છે. આ મેદાન પર કેકેઆર અને ગુજરાત વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં ચોગ્ગા-છગ્ગાનો જોરદાર વરસાદ થયો હતો. કોલકાતાએ રિંકુ સિંહની તોફાની બેટિંગના આધારે 205 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો..
આંકડાઓ શું કહે છે?
અમદાવાદના આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 10 T20 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 6 મેચ જીતી છે, જ્યારે ચેઝ કરતી ટીમે 4 મેચ જીતી છે. પ્રથમ દાવમાં આ મેદાન પર સરેરાશ સ્કોર 160 છે. તે જ સમયે, બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 137 છે.
આ પણ વાંચો:
17 એપ્રિલે ગુરુ-ચંદ્રની યુતિના કારણે સર્જાશે ગજકેસરી રાજ યોગ, 4 રાશિને થશે લાભ
48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ
AC વાપરતાં હોય તો ન કરતા આ 5 ભૂલ, 99 ટકા લોકો તો જાણતાં પણ નથી આ જરૂરી વાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે