માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે આ પોષક તત્વ, શરીરમાં પૂરતાં પ્રમાણમાં હશે તો રહેશો Stress Free

Stress Free Life: જે રીતે આપણા શરીરને યોગ્ય આહાર અને પોષકતત્વોની જરૂર હોય છે તેમ આપણા મગજને પણ યોગ્ય પ્રકારના પોષક તત્ત્વો અને ઉચ્ચ ગુણવત્તાવાળા આહારની જરૂર હોય છે.

માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે આ પોષક તત્વ, શરીરમાં પૂરતાં પ્રમાણમાં હશે તો રહેશો Stress Free

Stress Free Life: આપણે દિવસ દરમિયાન જે ખાતા હોય છે તે આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું પણ રાખે છે અને ખરાબ પણ કરી શકે છે. જે રીતે આપણા શરીરને યોગ્ય આહાર અને પોષકતત્વોની જરૂર હોય છે તેમ આપણા મગજને પણ યોગ્ય પ્રકારના પોષક તત્ત્વો અને ઉચ્ચ ગુણવત્તાવાળા આહારની જરૂર હોય છે. જો વ્યક્તિએ પોતાનું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય અને એકાગ્રતા, મૂડ અને એનર્જીના સ્તરમાં સુધારો કરવો હોય તો તેના માટે જરૂરી છે કે એવો આહાર લેવામાં આવે જે માનસિક સ્વાસ્થ્ય સુધારે અને તણાવ, હતાશા અને ચિંતા જેવી સમસ્યા દુર કરે.  આજે તમને એવા પોષકતત્વો વિશે જણાવીએ જે માનસિક સ્વાસ્થ્ય માટે જરુરી છે. આ તત્વો મગજની તંદુરસ્તી વધુ સારી બનાવવામાં અને હતાશાના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: 

મેગ્નેશિયમ
મેગ્નેશિયમ એક ખનિજ છે જે નર્વસ સિસ્ટમને પોષણ આપે છે અને ચિંતા, ભય, ગભરાટ, બેચેની અને ચીડિયાપણું અટકાવવામાં મદદ કરે છે. આ તત્વ તમને સૂર્યમુખીના બીજ, અખરોટ, કેળા, જરદારુમાંથી ભરપુર પ્રમાણમાં મળે છે. 

ઓમેગા -3 ફેટી એસિડ
ફેટી એસિડ્સના ત્રણ પ્રકાર હોય છે જેમાં ALA, EPA અને DHA હોય છે. આ ત્રણમાંથી EPA ચિંતાનો સામનો કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે.

બી વિટામિન્સ
B વિટામિન્સ એ આઠ જુદા જુદા પોષક તત્વોનું જૂથ છે, ખાસ કરીને B6, B9 અને B12. જે નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે તેના માટે જરૂરી છે. તે ચિંતાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. બી વિટામિન્સ તમને મગફળી, કઠોળ, પાંદડાવાળા શાકમાંથી મળે છે.
 
ઝીંક
ઝીંક તત્વ તણાવ સાથે સંકળાયેલું છે તેનું પ્રમાણ ન જળવાય તો તેની પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેનાથી ચિંતાના લક્ષણ વધે છે. ઝીંક શણના બીજ, તમામ પ્રકારના કઠોળમાંથી પ્રાપ્ત થાય છે.

વિટામિન ડી
ઘણા લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય છે અથવા વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોય છે. તે શરીરની સાથે મગજના કાર્ય અને મૂડના નિયમન માટે પણ જરૂરી તત્વ છે. અભ્યાસ પરથી જાણવા મળે છે કે વિટામિન ડીની ઉણપ ચિંતાના વિકારનું કારણ બની શકે છે. આ પોષક તત્વ ઈંડાની જરદી, મશરૂમ, વિટામિન ડી ફોર્ટિફાઇડ ફૂડ્સમાંથી પ્રાપ્ત થાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news