ભઈ! ઠંડીમાં હવે પલળવું પડશે! ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ!
Gujarat Weather 2024: હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે. 25થી 27 ડિસેમ્બર અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ધીરે ધીરે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. કચ્છનું નલિયા તો 5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે. ત્યાં ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતના આકાશમાં માવઠાના વાદળો બંધાયા છે...ત્યારે ક્યાં અને ક્યારે હળવા વરસાદની છે આગાહી?
ભર શિયાળે આવી રહ્યું છે માવઠું. ઠંડીમાં આવવાનો છે વરસાદ. ખેડૂતો પર આવી રહ્યું છે સંકટ! માવઠાનો આ માર મારી નાંખશે! ગુજરાતના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર. શિયાળામાં જેકેટ નહીં પહેરવો પડશે રેઈનકોટ? ગુજરાતના આકાશમાં આવ્યું માવઠાનું સંકટ. કયા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી? ક્યારે ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો?
ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ કદાચ ભારે રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટી અને તે પહેલા થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી. ત્યાં હવે માવઠાનો વધુ એક ગુજરાતના ખેડૂતો પડે તેવું મનાઈ રહ્યું છે. 25થી 28 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.
માવઠાનો આ મારનો સામનો કરવા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓએ તૈયાર રહેવું પડશે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને આ વરસાદ 10 MM જેટલો હોઈ શકે છે. ક્યાં વરસાદની આગાહી? બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ અને 10 MM જેટલો વરસાદ પડી શકે છે.
ઉત્તર અને મધ્ય સિવાયના પણ ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ માવઠાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવી રહ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજ સર્જાવાને કારણે વરસાદ ગુજરાતમાં પડી શકે છે. વરસાદ પછી 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની પણ સંભાવના છે.
Trending Photos