Bad Cholesterol: ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે આ 5 મોર્નિંગ ડ્રિંક, રૂટીનમાં કરો સામેલ

Best Drinks to lower Bad Cholesterol Levels: દરરોજ અનહેલ્ધી વસ્તુ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની સમસ્યા વધી જાય છે. તેને ઘટાડવા માટે તમે કેટલાક હેલ્ધી ડ્રિંક્સને રૂટીનમાં સામેલ કરી શકો છો.

Bad Cholesterol: ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે આ 5 મોર્નિંગ ડ્રિંક, રૂટીનમાં કરો સામેલ

નવી દિલ્હીઃ વધુ ઓયલી ભોજન કરવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યા થઈ શકે છે. તળેલું અને ચટપટું ભોજન સ્વાદમાં તો સારૂ લાગે છે પરંતુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારનું ભોજન કરવાથી બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. હકીકતમાં શરીરમાં બે પ્રકારનો કોલેસ્ટ્રોલ હોય છે- ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલ ઘણી બીમારીથી બચાવે છે. તો બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. તેવામાં તમે રૂટીનમાં કેટલાક ડ્રિંક્સ સામેલ કરી શકો છો. 

1. ગ્રીન ટી
ગ્રીન ટી પોલીફેનોલ્સ અને કેટેચિનથી ભરપૂર હોય છે, જે પોતાના એન્ટી ઇમ્ફ્લામેટરી ગુણો માટે જાણીતી છે. રિપોર્ટ્સ કહે છે કે ગ્રીન ટી પીનાર વ્યક્તિમાં કુલ અને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થઈ શકે છે. 

2. બીટ અને ગાજરનું જ્યુસ
બીટમાં નાઇટ્રેડની માત્રા વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતાને વધારે છે. બીટા-કેરોટીન જેવા કેરોટીનોયડથી ભરપૂર ગાજરથી કોલેસ્ટ્રોલ અવશોષણને સંશોધિત કરવા અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ મળી શકે છે. 

3. ટામેટાનું જ્યુસ
જે લોકોને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તેના માટે ટામેટાનું જ્યુસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં ટામેટામાં લાઇકોપીન નામનું ગુણ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. 

4. ઓરેન્જ જ્યુસ
ઓરેન્જ જ્યુસ વિટામિન-સીથી ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય સંતરાનું જ્યુસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે. 

5. ચિયા સીડ્સ અને સોયા દૂધ
ચિયા સીડ્સને સોયા મિલ્કની સાથે મિક્સ કરવાથી પ્રચુર માત્રામાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ મળી શકે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે અને એચડીએલ એટલે કે સારૂ કોલેસ્ટ્રોલ વધારે છે. 

(ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારીને આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news