Home Remedies: ખાધા પછી પેટમાં થતી ગેસની સમસ્યાને જળમૂળથી દુર કરશે આ દેશી ઉપચાર

Home Remedies For Gas: ઘણા લોકો એવા હોય છે જેમને ભોજન કર્યા પછી કલાકો સુધી બેસીને કામ કરવું પડે છે. આવી સ્થિતિમાં જમ્યા પછી પેટમાં ગેસની સમસ્યા થવાનું પ્રમાણ વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જે લોકોને પેટમાં ગેસની તકલીફ રહેતી હોય તેમને પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો તેમજ માથામાં દુખાવાની પણ ફરિયાદ રહે છે. 

Home Remedies: ખાધા પછી પેટમાં થતી ગેસની સમસ્યાને જળમૂળથી દુર કરશે આ દેશી ઉપચાર

Home Remedies For Gas: આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં કેટલીક સમસ્યાઓ એવી હોય છે જે પીછો છોડતી નથી. તેમાંથી જ એક સમસ્યા છે ગેસ. ઘણા લોકો એવા હોય છે જેમને ભોજન કર્યા પછી કલાકો સુધી બેસીને કામ કરવું પડે છે. આવી સ્થિતિમાં જમ્યા પછી પેટમાં ગેસની સમસ્યા થવાનું પ્રમાણ વધી જાય છે. આ સમસ્યા સામાન્ય લાગે છે પરંતુ તેના પ્રત્યે બેદરકાર રહેવાથી તે ગંભીર રોગ પણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જે લોકોને પેટમાં ગેસની તકલીફ રહેતી હોય તેમને પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો તેમજ માથામાં દુખાવાની પણ ફરિયાદ રહે છે. જો કે તમે કેટલાક દેશી ઈલાજ કરીને પણ આ સમસ્યાને દુર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ગેસને મટાડવાના દેશી ઈલાજ વિશે.

આ પણ વાંચો:

પેટમાં ગેસ દૂર કરવાના ઉપાય

1. જો તમને પેટમાં ગેસની સમસ્યા થતી હોય તો તમારે સવારે ઉઠી ખાલી પેટ ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ. ગરમ પાણી પીવાથી પેટ સાફ થાય છે અને ગેસની તકલીફ પણ દુર થાય છે. 

2. પેટના ગેસથી રાહત મેળવવા માટે જીરું, અજમા, સંચળ અને હિંગ પાવડરને લઈ એક પાવડર તૈયાર કરી લેવો. ગેસની તકલીફ થાય ત્યારે આ ચૂર્ણ 2 ગ્રામની માત્રામાં પાણી સાથે દિવસમાં બે વખત લઈ લેવો. તેનાથી પેટમાંથી ગેસ નીકળી જાય છે.

3. પેટના ગેસથી રાહત મેળવવા માટે 1 ચમચી અજમા અથવા જીરું પાણીમાં ઉમેરી ઉકાળો. જ્યારે પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારપછી તેને ગાળી તેનું સેવન કરો.  

4. પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન લોકોએ સંચળનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટમાં ઠંડક જળવાઈ રહે છે. જો તમે સવારે પાણીમાં એક ચપટી સંચળ ઉમેરીને પીવાનું રાખો છો તો ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.  

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news