'દારૂ અહીં નહિ, અહિયાંથી 500 મીટર દૂર મળે છે', ગુજરાતમાં અહીં દારૂડિયાઓથી કંટાળીને જનતાએ લગાવ્યા બોર્ડ

હવે રાજકોટમાં જનતા દારૂબંધીના દાવા પોકળ સાબિત કરી રહી છે. અહીં દારૂડિયાઓથી કંટાળીને જનતાએ અનોખા બોર્ડ લગાવ્યા છે. 

 'દારૂ અહીં નહિ, અહિયાંથી 500 મીટર દૂર મળે છે', ગુજરાતમાં અહીં દારૂડિયાઓથી કંટાળીને જનતાએ લગાવ્યા બોર્ડ

ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં જ્યારે પણ દારૂની વાત આવે છે, ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત સામે આવતી હોય છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. હવે રાજકોટમાં જનતા દારૂબંધીના દાવા પોકળ સાબિત કરી રહી છે. અહીં દારૂડિયાઓથી કંટાળીને જનતાએ અનોખા બોર્ડ લગાવ્યા છે. 

ઉદ્યોગનગર કોલોનીમાં લોકોએ બોર્ડ લગાવ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં લખ્યું છે કે દારૂ અહીં નહીં અહીંયાંથી 500 મીટર દૂર મળે છે. લોહાનગરમાં દારૂ મળે છે ના બોર્ડ લગાવ્યા છે, એટલું જ નહીં, દારૂડિયાઓએ આ શેરીમાં પ્રવેશ કરવો નહીં એવું પણ લખવામાં આવ્યું છે.

આ ઘટનામાં મળતી માહિતી જાણે એમ છે કે, દારૂબંધીના પોકળ દાવા સાબિત કરતા રાજકોટની જાગૃત સોસાયટીવાસીઓના અનોખા બોર્ડ ચર્ચાનો વિષય બન્યા છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ઉદ્યોગનગર કોલોનીમાં રહેવાસીઓએ દારૂડિયાઓથી કંટાળીને બોર્ડ લગાવ્યા છે. જી હાં, સાંભળીને તમને નવાઈ લાગી પરંતુ આ હકીકત છે.

રાજકોટની જાગૃત સોસાયટીવાસીઓએ સોસાયટી બહાર બોર્ડમાં લખ્યું છે કે, દારૂ અહીં નહિ -અહિયાંથી 500 મીટર દૂર લોહાનગરમાં મળે છે. દારૂડિયાઓએ આ શેરીમાં દારૂ ઢીંચી પ્રવેશ કરવો નહિ. બેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાને લઇ મંજૂરી વગર ઓરડાઓ કે મકાન કોઈને ભાડે આપવા નહિ જેવો સોસાયટીવાસીઓએ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ કોલોનીમાં રહેતી એક નાની બાળાની છેડતી થઈ હતી. આ ઘટનામાં એક પરપ્રાંતીય દારૂડિયા શખ્સે કરી હોવાથી રહેવાશીઓ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news