Health Tips: દાંતની સમસ્યાથી પરેશાન છો? તો તમારા રૂટિનમાં સામેલ આ આદતો, તમામ તકલીફો થઈ જશે દૂર
આપણાં શરીરમાં અન્ય અંગોની જેમ જ દાંત પણ એટલું જ મહત્વનું અંગ છે. જો તમે દાંતની સાર-સંભાળ રાખશો તો દાંત જમાવીને પુરી રીતે પાચન કરવામાં અને તમારા પેટની સંભાળ રાખવામાં મદદ કરશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમુક માણસોને બાદ કરતાં લગભગ દરેક લોકો એવા હશે કે, જેને દાંતમાં કંઈ પ્રોબ્લેમ્સ આવે પછી તે દાંતની સંભાળ રાખવાનું શરૂ કરે. આપણે ત્યારે જ દાંતની કેર કરવાનું શરૂ કરીએ છીએ જ્યારે દાંતમાં કોઈ તકલિફ આવે. પણ જો તમે શરૂઆતથી જ અથવા તો કંઈ પ્રોબ્લેમ્સ આવે તે પહેલાંથી જ દાંતની સારી રીતે સંભાળ રાખશો તો ક્યારેય પણ દાંતને લગતી કોઈ જ બિમારી નહીં થાય. ત્યારે કેવી રીતે દરરોજ દાંતની સંભાળ રાખવી જેથી કરીને હંમેશા દાંત એકદમ મજબૂત અને સારા રહે. ત્યારે આજે અમે તમને જણાવીશું અમુક ટિપ્સ. જેને તમે રુટિનમાં અપનાવીને દાંતની સારી રીતે સંભાળ રાખી શકશો.
1. ફ્રૂટ્સને આપો પ્રાયોરિટીઃ
ફળોમાં અનેક પ્રકારના એન્જાઈમ્સ અને જરૂરી તત્વો હોય છે. જે દાંતને નેચરલ રીતે સાફ કરે છે. ખાસ કરીને એવા ફ્રૂટ્સ જેમાં વિટામિન સીની વધુ માત્રા હોય. તેવા ફ્રૂટ્સ વધુમાં વધુ ખાવાથી તમારા દાંત એકદમ મજબૂત અને સારા રહેશે.
2. હાઈડ્રોજન પૈરૉક્સાઈડઃ
હાઈડ્રોજન પૈરૉક્સાઈડને પાણીની સાથે મેળવીને તેનાથી દાંત સાફ કરવાથી મોઢામાં રહેલા હાર્મફૂટ બેક્ટેરિયા નાશ પામે છે. માટે બેક્ટેરિયામુક્ત દાંત માટે તમે આ ઉપાયને અપનાવી શકો છો.
3. ખૂબ પાણી પીવોઃ
પાણી એક નેચરલ માઉથ વોશ છે. જે મોઢાને સમય-સમય પર સાફ કરે છે. જેનાથી દાંતોમાં ચા-કોફી કે અન્ય ખાવાની વસ્તુઓના ડાઘ મોઢામાં નથી રહેતા. માટે જો તમે તમારા દાંતને મજબૂત રાખવા માગો છો તો વધારેમાં વધારે પાણી પીવાનું રાખો.
4. સુગર ફ્રી ચ્યુઈન્ગમઃ
સુગર ફ્રી ચ્યુઈન્ગમનો ઉપયોગ કરવાથી તમારા મોઢામાં સ્વાઈવાની સારી કોન્ટિટિ બને છે, જે પ્લાક એસિડને સાફ કરવાનું કામ કરે છે. જેનાથી તમારા દાંતની સારી કેર થાય છે.
5. સોફ્ટ બ્રશનો કરો ઉપયોગઃ
દાંતને સાફ કરવા માટે સોફ્ટ બ્રશનો ઉપયોગ કરો. બ્રશ કરતા સમયે દાંતને રગડો નહીં. માત્ર હળવા હાથે બ્રશથી દાંત સાફ કરો. સવારની સાથે સાથે રાત્રે પણ બ્રશ કરવાની આદત પાડો. જેથી કરીને તમારા દાંત ક્યારેય પણ ખરાબ નહીં થાય.
6. જીભની સફાઈ જરૂરીઃ
દાંતની સાથે સાથે જીભની સફાઈ કરવી ખૂબ જરૂરી છે. જો જીભ ગંદી રહેશે તો તેના પર બક્ટેરિયા વધશે જે મોઢામાં દુર્ગંધનું કારણ બની શકે છે. માટે દાંત પર બ્રશ કરવાની સાથે સાથે સારી રીતે ટંગ ક્લીનરથી જીભને સાફ કરવી જરૂરી છે. જેથી તમારા દાંત ક્યારેય ખરાબ નહીં થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે