Tea: ચામાં રહેલું ટૈનિન અને કેફીન નુકસાન નહીં કરે, ચા પીવો તેની 20 મિનિટ પહેલા આ વસ્તુ ખાઈ લેવી
Tea: ભારતમાં ચા પીનારા લોકોની કમી નથી. દરેક ઘરમાં લોકોના દિવસની શરુઆત ચાની ચુસ્કીથી જ થાય છે. પરંતુ ચામાં જે ટૈનિન અને કૈફીન નામના તત્વ હોય છે તે નુકસાનકારક સાબિત થાય છે. આજે તમને જણાવીએ ટૈનિનના કારણે થતા નુકસાનથી કેવી રીતે બચવું ?
Trending Photos
Tea: આપણામાંથી મોટાભાગના લોકોને સવારે ચા પીવાની ટેવ હશે. ચા ફક્ત એક પીણું નહીં પરંતુ લોકોની લાગણી સાથે જોડાયેલી વસ્તુ બની ગઈ છે. ભારતમાં પાણી પછી જો કોઈ વસ્તુ સૌથી વધુ પીવાતી હોય તો તે ચા છે. સવારની બેડ ટી થી લઈ ઓફિસમાં થાક દૂર કરવા માટે ચા પીવામાં આવે છે. પરંતુ દિવસ દરમિયાન જો વધારે ચા પીવામાં આવે તો છાતીમાં બળતરા અને એસિડિટી પણ થઈ શકે છે.
ચા પીવાથી એસિડિટી થવાનું મુખ્ય કારણ હોય છે ચા ના પાનમાં રહેલું ટૈનિન છે. ટૈનિન શરીરને નુકસાન કરી શકે છે તેથી જ લોકો વધારે ચા ન પીવી તેવી સલાહ આપે છે. તેની શરીરમાં આયરનની ઉણપનું કારણ બની શકે છે. વધારે પ્રમાણમાં ચા પીવાથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે. જે લોકો ચા વધારે પીતા હોય છે તેમને ઊંઘ પણ ઓછી આવે છે અને સાથે જ માથાનો દુખાવો, એન્ઝાઈટી અને ગેસ પણ થઈ શકે છે. ચા પીવાથી થતી આડઅસર ન થાય તે માટે તમે કેટલાક ઉપાય કરી શકો છો.
ચા પીવાની 20 મિનિટ પહેલા કરો આ કામ
ચામાં રહેલું કેફીન અને ટૈનિન સ્વાસ્થ્ય માટે સારું નથી. આ તત્વ સૌથી વધારે નુકસાન ત્યારે પહોંચાડે જ્યારે ખાલી પેટ ચાનું સેવન કરવામાં આવે. ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડ પણ વધે છે અને શરીરનું પીએચ બેલેન્સ પણ બગડે છે. તેનાથી પાચનની સમસ્યા પણ થાય છે. આ બધી જ સમસ્યાથી બચવું હોય તો ચા પીવાના 20 મિનિટ પહેલા એક કામ કરી લેવું.
ચા પીવો તેની 20 મિનિટ પહેલા પલાળેલા નટ્સ અથવા તો અડધું સફરજન ખાઈ લેવું. આ વસ્તુઓનું પીએચ આલ્કલાઇન હોય છે જેના કારણે પેટનું એસિડ સામાન્ય રહે છે. આ વસ્તુઓ ખાધા પછી તુરંત ચા ન પીવી ઓછામાં ઓછી 20 મિનિટ પછી ચાંદનું સેવન કરશો તો ચાર સંબંધિત કોઈ સમસ્યા પણ નહીં થાય અને ચા નુકસાન પણ નહીં કરે.
કઈ વસ્તુઓ ચા પહેલા ખાઈ શકાય ?
ખાવા હોય તો તમે બ્રાજિલ નટ, બદામ, અખરોટ, કિશમિશ, પિસ્તા ખાઈ શકો છો. આ નટ્સને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ભૂખ્યા પેટ ખાઈ લેવા. ત્યાર પછી ચા પીવાથી ટૈનિનની અસર ઘટી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે