Bad Cholesterol: શરીરના આ અંગોમાં પણ દેખાય છે હાઈ બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ, દેખાય તો તુરંત કરાવો ટેસ્ટ

Bad Cholesterol:જરૂરી છે કે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે સમયસર લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવામાં આવે. આજે તમને જણાવીએ કે જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે આપણા શરીરમાં કયા લક્ષણો દેખાય છે.
 

Bad Cholesterol: શરીરના આ અંગોમાં પણ દેખાય છે હાઈ બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ, દેખાય તો તુરંત કરાવો ટેસ્ટ

Bad Cholesterol:શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવું એ ખતરાની ઘંટડી હોય છે. જો તેને સમયસર તેને કંટ્રોલ કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે સૌથી વધુ જોખમ હાર્ટ એટેકનું હોય છે. છેલ્લા ઘણા સમયમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી જરૂરી છે કે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે સમયસર લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવામાં આવે. આજે તમને જણાવીએ કે જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે આપણા શરીરમાં કયા લક્ષણો દેખાય છે.

હાઈ બેડ કોલેસ્ટ્રોલના લક્ષણો

આ પણ વાંચો: કબજિયાતે હાલત કરી દીધી છે ખરાબ ? રાત્રે દૂધમાં આ વસ્તુ ઉમેરી પી લો, સવારે પેટ સાફ..
 
હાથ અને પગમાં દુખાવો
જો નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો તમને વારંવાર તમારા હાથ-પગમાં દુખાવો થવા લાગે છે. કારણ કે પ્લેક જમા થવાને કારણે તમારા પગ અને હાથની નસોમાં અવરોધ ઊભો થાય છે અને ત્યાં સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી.  

છાતીમાં ડાબી બાજુ દુખાવો
હાર્ટ આપણા શરીરની ડાબી બાજુએ હોવાથી હાઈ કોલેસ્ટ્રોલના કારણે છાતીમાં તીવ્ર દુખાવો થાય છે.  

આંખોની આસપાસ ચરબી 
બેડ કોલેસ્ટ્રોલના કારણે પોપચા પર ચરબી જામવા લાગે છે. જ્યારે આંખની આસપાસ ચરબી જમા થવા લાગે ત્યારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. 

યાદશક્તિમાં ઘટાડો
અનેક સંશોધનોમાં એ સાબિત થયું છે કે જો તમારી નસોમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિને સ્ટ્રેસ અને યાદશક્તિમાં ઘટાડાનો અનુભવ થઈ શકે છે.

હાથ અને પગમાં કળતર
હાથ-પગમાં કળતર એ લોહીનું પરિભ્રમણ ઓછું થવાની નિશાની છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર  વધી જાય છે તો તેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. 

વારંવાર માથાનો દુખાવો
જ્યારે માથા સુધી જતી રક્તવાહિનીઓ બંધ થઈ જાય છે ત્યારે માથાના પાછળના ભાગમાં તીવ્ર દુખાવો શરૂ થાય છે. જો આ સ્થિતિને સમયસર સુધારવામાં ન આવે તો તે સ્ટ્રોકનું કારણ બની શકે છે.

શરીરમાં ગાંઠ
કોલેસ્ટ્રોલના કારણે શરીરના ઘણા ભાગોમાં ચરબી જમા થવા લાગે છે, જેને લિપોમસ કહેવામાં આવે છે. જે શરીરમાં ગાંઠ જેવું દેખાય છે.  
 
થાક
જ્યારે શરીરની નસોમાં કોલેસ્ટ્રોલ એક હદ કરતાં વધી જાય છે, ત્યારે થાક અને આળસ વધારે અનુભવાય છે. કારણ કે કોલેસ્ટ્રોલના કારણે લોહી અને ઓક્સિજન શરીરના ભાગોમાં યોગ્ય રીતે પહોંચતું નથી તેથી શરીરમાં એનર્જી રહેતી નથી. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news