એનર્જીનું પાવરબેંક છે બિહારનું ટોનિક, કારગીલ યુદ્ધના જવાનોએ તાકાત વધારવા કર્યો હતો તેનો પ્રયોગ

Health Tips : ગરીબોનુ ફૂડ કહેવાતા સત્તુએ હવે અમીરોની થાળીમાં જગ્યા બનાવી છે, ત્યારે શું છે સત્તુનો ઈતિહાસ અને તેને બિહારનું ટોનિક કેમ કહેવાય છે તે જાણીએ.

એનર્જીનું પાવરબેંક છે બિહારનું ટોનિક, કારગીલ યુદ્ધના જવાનોએ તાકાત વધારવા કર્યો હતો તેનો પ્રયોગ

Tonic of Bihar: સત્તુને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં લોકો બહુ જ પસંદ કરે છે. કેટલાક લોકો તેનુ ખીરુ બનાવે છે, તો કેટલાક શરબત. તેની ખુશ્બુ સૌ કોઈને આકર્ષે છે. આમ તો તેનો ખાસ ઉપયોગ ગરમીમાં થાય છે, પરંતુ તેના ગુણો એટલા છે કે તે દરેક સીઝનમાં કામમાં આવે છે. ગરીબોનુ ફૂડ કહેવાતા સત્તુએ હવે અમીરોની થાળીમાં જગ્યા બનાવી છે, કારણ છે તેના ફાયદા. 

સત્તુનો ઈતિહાસ
સત્તુના ઉત્પત્તિની અનેક કહાનીઓ છે. કહેવાય છે કે તેની ઉત્પત્તિ તિબ્બતમાં થઈ હતી. તિબ્બતના બૌદ્ધ ભિક્ષુકો જ્ઞાનની શોધમાં દૂર દૂર સુધી મુસાફરી હતી, તેથી તેઓ સફરમાં ખોરાક તરીકે સત્તુનો ઉપયોગ કરતા હતા. તેને તેઓ Tsampa કહેતા હતા. કુરાનમાં પણ સત્તુનો ઉલ્લેખ કરાયો છે. સત્તુ ભારતનું સૌથી પ્રાચીન ફૂડ છે. જે ઈન્સ્ટંટ પણ છે. 

કહેવાય છે કે, કારગીલ યુદ્ધમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી. લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટ્સના ફૂડની લિસ્ટમાં પણ તે સામેલ હતું. સાથએ જ વીર શિવાજીએ પણ ગોરિલા યુદ્ધ દરમિયાન સેનાને સત્તુ આપ્યુ હતું.  

બિહારનુ ટોનિક કહેવાય છે
બિહારના ગરીબ લોકો માટે તે સુપર ફુડ કહેવાય છે. પ્રાચીન કાળથી લઈને આજદિન સુધી અહી તેનો પ્રચૂર માત્રમાં ઉપયોગ થાય છે. અહીંના મોટાભાગના મજૂરો આજે પણ સત્તુ ખાઈને કામ પર જવા નીકળે છે. એટલુ જ નહિ, તેઓ બપોરના ભોજનામં પણ સત્તુનુ સેવન કરે છે. તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે. 

આ કારણે ત્યાંનો મજૂર વર્ગ સત્તુ ખાઈને આખો દિવસ પસાર કરતા હતા. પોષક ત્તત્વોથી ભરપૂર હોવાની સાથે તે સસ્તુ પણ છે. જેથી તેને ખરીદવુ સરળ છે. ઉપરથી તેને સરળતાથી ગમે ત્યાં લઈને ફરી શકાય છે. તેને પકાવવાની પણ જરૂર પડતી નથી. તે તરત તૈયાર થઈ જાય છે. બિહારમાં ગરમીના દિવસોમાં તે ઠેરઠેર વેચાય છે.

કેવી રીતે બને છે સત્તુ
સત્તુનો લોટ શેકેલા ચણામાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં જવ, મકાઈ અને અનાજ મિક્સ કરવામાં આવે છે. જે તેની પોષણ ક્ષમતાને વધારે છે. સત્તુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.  

સત્તુના ફાયદા
- ગરમીથી બચાવે છે, તેથી જ તે બિહારમાં દરેક ગલીના નાકે વેચાય છે, ખાસ કરીને તેનુ શરબત લોકો વધુ પસંદ કરે છે 
- સત્તુ ખાવાથી લૂ લાગતી નથી, તે શરીરને ઠંડુ રાખે છે. અને શરીરનુ તાપમાન વધતા રોકે છે 
- તે પોષણથી ભરપૂર છે. પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તેથી તેને સંપૂર્ણ ભોજન પણ કહેવાય છે 
- તે પાચન માટે બેસ્ટ છે. તેને ખાવાથી એસિડિટીની માત્રા ઓછી થાય છે. ખોરાક સરળતાથી પચે છે. કબજિયાત થતુ નથી, તે આંતરડાને પણ સ્વસ્થ રાખે છે
- વજન ઓછું કરવામાં મદદગાર બને છે. સત્તુ ખાવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. આ રીતે મોટાપાને દૂર કરી શકાય છે. તે કેલેરી બાળવામાં મદદરૂપ થાય છે
- બીમારીથી લડવામાં મદદ કરે છે, કારણ કે તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે
-  ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેને ખાવાથી લિવર મજબૂત થાય છે. બીપીના દર્દીઓ માટે પણ બહુ કામનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news