Heart Attack: આ 3 વાતોનું રાખશો રોજ ધ્યાન તો હાર્ટ એટેકનું જોખમ થશે ઓછું
Heart Attack: આજના સમયમાં તમે પણ હાર્ટ ટેક જેવી ગંભીર સમસ્યાથી બચવા માંગો છો તો તમારી લાઈફ સ્ટાઈલ પર ધ્યાન આપો. બીજું કંઈ નહીં પરંતુ તમે રોજ ફક્ત આ ત્રણ બાબતો પર ધ્યાન આપશો તો પણ હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું ઘટી જશે.
Trending Photos
Heart Attack: છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ અટેક આવી જવાના કેસમાં વધારો થવા લાગ્યો છે. હાર્ટ એટેકથી જીવ ગુમાવનાર લોકોની ઉંમર વિશે જાણીને આંચકો લાગે. કારણ કે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યાની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાની શરૂઆત કરો.
આજના સમયમાં તમે પણ હાર્ટ ટેક જેવી ગંભીર સમસ્યાથી બચવા માંગો છો તો તમારી લાઈફ સ્ટાઈલ પર ધ્યાન આપો. બીજું કંઈ નહીં પરંતુ તમે રોજ ફક્ત આ ત્રણ બાબતો પર ધ્યાન આપશો તો પણ હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું ઘટી જશે. તો ચાલો તમને જણાવીએ કે હાર્ટ એટેકના જોખમથી બચવા માટે કયા પ્રકારની લાઈફ સ્ટાઈલ ફોલો કરવી જોઈએ.
હાર્ટ એટેકથી બચવાના ઉપાય
બ્લડ પ્રેશર ચેક કરવું
બ્લડ પ્રેશર વધી જાય છે ત્યારે હાર્ટ પર ખરાબ અસર થાય છે. બ્લડ પ્રેશર વધવા પર હાર્ટ અટેકનું જોખમ પણ વધી જાય છે. હાર્ટ અટેક જેવી સમસ્યાનો સામનો ન કરવો હોય તો નિયમિત રીતે પોતાના બ્લડ પ્રેશરની તપાસ કરતા રહો. જો તમે હાર્ટ એટેકથી બચવા માંગો છો તો જરૂરી છે કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું હોય.
સ્મોકિંગ ન કરો
સ્મોકિંગ કરવાથી માત્ર ફેફસાંને નુકસાન થાય તેવું નથી તેનાથી હાર્ટ પર પણ ખરાબ અસર થાય છે. સ્મોકિંગ કરવાથી હાર્ટ એટેકનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. તેથી જો તમે હાર્ટને હેલ્ધી રાખવા માંગો છો તો સ્મોકિંગ અને તમાકુ જેવા વ્યસનથી દૂર રહો.
સ્ટ્રેસથી બચો
હાર્ટ એટેકનું મુખ્ય કારણ સ્ટ્રેસ પણ બની શકે છે. સ્ટ્રેસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તેથી જો તમે વાત વાતમાં ટેન્શન લેવાની આદત ધરાવો છો તો આજથી જ આ આદત બદલો. કારણ કે સ્ટ્રેસ રહેવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રેસથી દૂર રહો અને દિનચર્યામાં યોગ અને હળવી કસરત જેવી શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરો અને મ્યુઝિક સાંભળી માઈન્ડને રીલેક્સ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે