Health Tips: માત્ર કુતરાના નહીં આ પ્રાણીઓના કરડવાથી પણ થઈ શકે છે હડકવા, આ છે લક્ષણો અને ઈલાજ
Health Tips: રેબીસની બીમારી એટલી ખતરનાક હોય છે કે તેમાં બેદરકારી રહે તો વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. રેબીસ એટલે કે હડકવાની બીમારી પ્રાણીઓના કરડવાથી ફેલાય છે. જોકે મોટાભાગના લોકો એવું માને છે કે આ બીમારી કુતરાના કરડવાથી જ ફેલાય છે. પરંતુ જણાવી દઈએ કે રેબીસ માત્ર કૂતરાના કરડવાથી જ નહીં પરંતુ વાંદરા અને બિલાડી જેવા પ્રાણીના કરડવાથી પણ થઈ શકે છે.
Trending Photos
Health Tips: ઘણી બધી બીમારીઓ એવી હોય છે જે પ્રાણીના કરડવાથી કે તેના સંપર્કમાં આવવાથી ફેલાતી હોય છે. પ્રાણીઓ દ્વારા ફેલાતી બીમારીઓમાં સૌથી ખતરનાક રેબીસ એટલે કે હડકવા હોય છે. રેબીસની બીમારી એટલી ખતરનાક હોય છે કે તેમાં બેદરકારી રહે તો વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. રેબીસ એટલે કે હડકવાની બીમારી પ્રાણીઓના કરડવાથી ફેલાય છે. જોકે મોટાભાગના લોકો એવું માને છે કે આ બીમારી કુતરાના કરડવાથી જ ફેલાય છે. પરંતુ જણાવી દઈએ કે રેબીસ માત્ર કૂતરાના કરડવાથી જ નહીં પરંતુ વાંદરા અને બિલાડી જેવા પ્રાણીના કરડવાથી પણ થઈ શકે છે.
આ પણ વાંચો:
કુતરા, વાંદરા અને બિલાડી જો રેબીસ બીમારીથી સંક્રમિત હોય તો તેની લાળના માધ્યમથી રેબીસના કીટાણુ વ્યક્તિના રક્તમાં પણ ભળી જાય છે. જો રેબીસના કીટાણુ વ્યક્તિના શરીરમાં પ્રવેશી જાય તો વ્યક્તિને પણ હડકવા થઈ જાય છે જે ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે.
જોકે પાલતુ પ્રાણીઓને રેબીસ માટે ખાસ રસી લગાવવામાં આવે છે. પરંતુ રસ્તે રજડતા પ્રાણીઓને આ રસી આપવામાં આવેલી નથી હોતી તેથી જો રસ્તે રજડતા પ્રાણી તમને કરડે તો આ બીમારી ફેલાઈ શકે છે. રેબીસથી સંક્રમિત પ્રાણી જો વ્યક્તિને કરડે તો તેની લાળ વ્યક્તિના રક્તમાં ભળી જાય છે. લાળના માધ્યમથી વ્યક્તિના શરીરમાં પણ રેબીસના કીટાણુ પ્રવેશ કરી જાય છે. સંક્રમિત પ્રાણીના કરડ્યા પછી થોડા જ દિવસોમાં રેબીસના લક્ષણો પણ દેખાવા લાગે છે.
રેબીસથી સંક્રમિત પ્રાણી જો માણસને કરડે તો તેના લક્ષણો એક થી ત્રણ મહિનાની અંદર દેખાવા લાગે છે. રેબીસમાં માથામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો, થાક, બેચેની, ઊંઘ ન આવવી અને સતત ચક્કર આવવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. જો શરૂઆતમાં આ લક્ષણો પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે તો રેબીસ ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે અને દર્દીનું મોત પણ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે