Mosquito Coil: જે આ વાત જાણે તે ઘરમાં ક્યારેય ન સળગાવે મચ્છરની અગરબત્તી, જીવતા રહેવું હોય તો તમે પણ જાણી લો

Mosquito Coil: મચ્છર ભગાડવા માટે કોઈલ એટલે કે અગરબત્તીનો ઉપયોગ ઘણા લોકો કરે છે. અન્ય વસ્તુઓ કરતાં અગરબત્તી સસ્તી મળે છે. પરંતુ આ વસ્તુ શરીરને ગંભીર નુકસાન કરી શકે છે. આજે તમને કોઈલથી થતા નુકસાન વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.

Mosquito Coil: જે આ વાત જાણે તે ઘરમાં ક્યારેય ન સળગાવે મચ્છરની અગરબત્તી, જીવતા રહેવું હોય તો તમે પણ જાણી લો

Mosquito Coil: વરસાદી વાતાવરણ પછી મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. હાલના સમયમાં જ ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા ફેલાવતા મચ્છર વધી ગયા છે. આ સમસ્યાથી બચવા માટે લોકો અલગ અલગ ઉપાય અજમાવતા હોય છે. જેમાં સૌથી વધારે મોસ્કિટો કોઈલ એટલે કે મચ્છર ભગાડતી અગરબત્તી સળગાવવામાં આવે છે. ઘરમાં અગરબત્તી સળગાવો એટલે તેના કારણે જે ધુમાડો થાય છે તે મચ્છરને તુરંત ભગાડે છે. પરંતુ મચ્છરની આ અગરબત્તી માણસો માટે પણ ખતરનાક છે જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. 

મોસ્કિટો કોઈલથી થતા નુકસાન 

અનેક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મોસ્કિટો કોઈલ સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તે એક નહીં પરંતુ અનેક સિગરેટ પીધા સમાન હોય છે. આ કોઈલમાં ઘણા બધા કેમિકલનો ઉપયોગ થયો હોય છે જે સળગ્યા પછી ધુમાડો બને છે અને માણસના ફેફસા સુધી પહોંચી જાય છે. આ ધુમાડાની અસર લાંબા સમયે જોવા મળે છે. 

જે લોકો નિયમિત ઘરમાં મોસ્કિટો કોઈલ સળગાવતા હોય અને આ ધુમાડામાં રહેતા હોય તેમને ભવિષ્યમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમાં અસ્થમાનો પણ સમાવેશ થાય છે. મોસ્કિટો કોઈલના ધુમાડાના કારણે ઘણા લોકોને સ્કીન એલર્જી પણ થવા લાગે છે. નિષ્ણાંતો અનુસાર મોસ્કિટો કોઈલનો ધુમાડો એટલો ઝેરી હોય છે કે તે માણસના મગજને પણ નુકસાન કરી શકે છે. મોસ્કિટો કોઈલ માણસ માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. તેનો ઝેરી ધુમાડો હોવાને દૂષિત અને ટોક્સિક બનાવે છે. 

મચ્છર ભગાડવાનો સેફ વિકલ્પ

મચ્છર ભગાડવા માટે મોસ્કિટો કોઈલ એક માત્ર વિકલ્પ નથી તમે હેલ્થ માટે સેફ હોય તેવા અન્ય વિકલ્પ પસંદ કરી શકો છો. મચ્છર ભગાડવાના ઇલેક્ટ્રીક મશીન પણ બજારમાં સરળતાથી મળી રહે છે. આ સિવાય તમે ઘરેલુ ઉપાયોની મદદથી પણ મચ્છરથી છુટકારો મેળવી શકો છો. ઘરમાં અને ઘરની આસપાસ સાફ-સફાઈનું ધ્યાન રાખવાથી પણ મચ્છરનો ઉપદ્રવ ઘટી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news