Migraine Pain: માઈગ્રેનનો દુખાવો 10 મિનિટમાં દવા વિના થશે દુર, માથું દુખે ત્યારે કરો આ સરળ કામ
Migraine Pain: માઈગ્રેનમાં અડધા માથામાં તીવ્ર દુખાવો થાય છે. જે લોકોને માઈગ્રેન હોય છે તે લોકો મોટાભાગે દુખાવો થાય ત્યારે પેનકિલર લઈ લેતા હોય છે. પરંતુ માઈગ્રેનના દુખાવાને તમે કેટલાક ઘરેલુ નુસખાની મદદથી પણ મટાડી શકો છો.
Trending Photos
Migraine Pain: જ્યારે માથામાં દુખાવો હોય ત્યારે કોઈ પણ કામ કરવામાં મન નથી લાગતું. તેમાં પણ દિવસની શરૂઆતથી જ જો માથામાં દુખાવો હોય તો દિવસના કામ પણ પ્રભાવિત થાય છે અને સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. ખાસ કરીને જે લોકોને માઈગ્રેન ની તકલીફ હોય તેમને માથામાં તીવ્ર દુખાવાની સમસ્યા વારંવાર થતી હોય છે. માઈગ્રેન થવાના કારણો અલગ અલગ હોય છે. કારણ કોઈપણ હોય માઈગ્રેનનો દુખાવો અસહ્ય હોય છે. માઈગ્રેનમાં અડધા માથામાં તીવ્ર દુખાવો થાય છે. જે લોકોને માઈગ્રેન હોય છે તે લોકો મોટાભાગે દુખાવો થાય ત્યારે પેનકિલર લઈ લેતા હોય છે. પરંતુ માઈગ્રેનના દુખાવાને તમે કેટલાક ઘરેલુ નુસખાની મદદથી પણ મટાડી શકો છો.
માથાનો દુખાવો દૂર કરતા ઘરેલુ ઉપાય
આ પણ વાંચો:
- સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો કોઈ વ્યક્તિને વારંવાર માથામાં દુખાવો રહેતો હોય તો તેને પોતાની ઊંઘ પર ધ્યાન આપવું જોઈએ. જો તમે ઓછી ઊંઘ કરો છો તો સૌથી પહેલા ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવાનું શરૂ કરો. મોડી રાતે જાગવાનું બંધ કરીને ઓછામાં ઓછી આઠ કલાક ઊંઘ કરવાની શરૂઆત કરો તેનાથી માથાનો દુખાવો કુદરતી રીતે જ બંધ થશે.
- જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે તો તેની અસર પેટ અને સ્કીનની સાથે મગજ પર પણ પડે છે. ઘણા રિપોર્ટ્સમાં સાબિત થયું છે કે પાણીની ઉણપના કારણે માઈગ્રેન જેવી બીમારી પણ થાય છે. તેથી દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવાની આદત પાડો. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ માથાના દુખાવાની તકલીફ ધીરે ધીરે મટી જાય છે.
આ પણ વાંચો:
- માનસિક સ્વાસ્થ્ય અને મેડીટેશન વચ્ચે ગાઢ સંબંધ છે. જો તમને વારંવાર માથામાં દુખાવો રહેતો હોય તો મેડીટેશન, મંત્ર જાપ, ઊંડા શ્વાસ લેવા જેવી એક્સરસાઇઝ નિયમિત ત્રીસ મિનિટ સુધી કરો. આમ કરવાથી પણ માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને માથાનો દુખાવો બંધ થઈ જશે.
- માથાના દુખાવાથી દવા વિના મુક્તિ જોઈતી હોય તો સૌથી સરળ રસ્તો છે કે કોઈપણ બાબતે સ્ટ્રેસ લેવાનું ટાળો. સ્ટ્રેસના કારણે ડિપ્રેશન અને માઈગ્રેન જેવી તકલીફ વધી જાય છે. તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનું ટાળવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે