આંબાના પાન વધેલા Blood Sugarને કરે છે કંટ્રોલ, આ રીતે કરજો ઉપયોગ

How To Control High Blood Sugar: બ્લડ સુગરને કંટ્રોલ કરવું હોય તો ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથી સરળતાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય. 

આંબાના પાન વધેલા Blood Sugarને કરે છે કંટ્રોલ, આ રીતે કરજો ઉપયોગ

How To Control High Blood Sugar: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં શરીરનું બ્લડ સુગર લેવલ ઝડપથી વધવા લાગે છે. જો લાંબા સમય સુધી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધવા લાગે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવું હોય તો ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથી સરળતાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય. 

આ પણ વાંચો:

ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ દવા કહી શકાય તેવી વસ્તુ ઉનાળામાં ભરપૂર મળે છે. ઉનાળામાં મળતી કેરી તો ડાયાબિટીસના દર્દી ખાઈ શકતા નથી પરંતુ કેરીના ઝાડના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે. આંબાના પાણીથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. 

એક રિપોર્ટ અનુસાર આંબાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારી થવાનું જોખમ પણ ઘટી જાય છે સાથે જ તે બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ અસરકારક છે. કારણ કે તેમાં મેંગીફેરીન નામનું તત્વ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં અસરકારક હોય છે.

ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું હોય તો 10 થી 15 આંબાના પાનને સારી રીતે ધોઈને એક બાઉલ પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે આ પાણીને બરાબર ઉકાળી પછી તેને ગાળીને ખાલી પેટ તેનું સેવન કરવું. આ પાણી પીને દિવસની શરૂઆત કરશો તો બ્લડ સુગર આખો દિવસ કંટ્રોલમાં રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news