વાતાવરણના કારણે સુકી ઉધરસ થઈ હોય તો આ વસ્તુ ચુસવાનું રાખો, દવા વિના મટી જશે ઉધરસ

Dry Cough Home Remedies: વરસાદી વાતાવરણમાં ઉધરસની સમસ્યા વધારે સતાવે છે. ક્યારેક ઉધરસ થોડા દિવસોમાં મટી જાય છે તો કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસ રાતના સમયે આવે ત્યારે ઊંઘ પણ ખરાબ થાય છે. તેમાં પણ સૂકી ઉધરસ સૌથી વધુ સમસ્યા કરાવે છે.

વાતાવરણના કારણે સુકી ઉધરસ થઈ હોય તો આ વસ્તુ ચુસવાનું રાખો, દવા વિના મટી જશે ઉધરસ

Dry Cough Home Remedies: વરસાદી વાતાવરણમાં ઉધરસની સમસ્યા વધારે સતાવે છે. ક્યારેક ઉધરસ થોડા દિવસોમાં મટી જાય છે તો કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસ રાતના સમયે આવે ત્યારે ઊંઘ પણ ખરાબ થાય છે. તેમાં પણ સૂકી ઉધરસ સૌથી વધુ સમસ્યા કરાવે છે. એકવાર ઉધરસ આવવાનું શરૂ થાય પછી શ્વાસ પણ ન લઈ શકાય એટલી ઉધરસ આવે છે. જો સીઝનના કારણે તમને પણ ઉધરસ થઈ હોય અને તેના કારણે તમે પરેશાન થઈ ગયા હોય તો તમે કેટલાક દેશી ઉપાય કરીને ઉધરસથી મુક્તિ મેળવી શકો છો. આ દેશી ઈલાજ કરવાથી આડઅસર થશે નહીં અને ઉધરસમાં પણ તુરંત રાહત મળશે.

આ પણ વાંચો:

જો તમે વધારે પડતી ઉધરસ આવવાથી પરેશાન થઈ જાઓ છો તો આદુના નાના નાના ટુકડા કરી તેના ઉપર થોડું નમક છાંટીને પોતાના મોઢામાં રાખી અને ધીરે ધીરે ચાવો. ધીરે ધીરે આદુના રસને ગળેથી ઉતારતા રહો આમ કરવાથી પાંચથી દસ મિનિટમાં જ તમને ઉધરસ થી રાહત મળી જશે.

મરી અને મધ

ઉધરસ થી છુટકારો મેળવવા માટે મરી અને મધ પણ ખૂબ જ ઉપયોગી છે. દવા કર્યા છતાં પણ તમને ઉધરસ મટતી ન હોય તો ચાર પાંચ મરીના દાણાને પીસી તેના પાવડરમાં થોડું મધ ઉમેરીને તેને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વખત આવું કરવાથી ઉધરસ મટી જાય છે. 

આદુ અને મધ

સુકી ઉધરસથી આદુ અને મધ તુરંત જ રાહત અપાવે છે. આદુનો રસ કાઢી તેમાં મધ અને મુલેઠી પાઉડર ઉમેરીને તેનું સેવન કરવું. આ દેશી ઉપચાર કરવાથી ઉધરસ તુરંત મટે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ સુધરે છે.

ગરમ પાણીમાં મધ

જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news