Jaggery Benefits: શિયાળામાં ખાસ કરો ગોળનું સેવન, થશે આ જબરદસ્ત ફાયદા!
Jaggery Health Benefits: ગોળ મીઠાશ માટે ઉપયોગમાં લેવાય છે. આજ કાલ તો હવે જો કે તેનો ઉપયોગ લાડુ અને ગજક જેવી મીઠાઈઓ બનાવવા માટે થતો હોય છે. મીઠી ચીજો બનાવવામાં પણ હવે તો ગોળની જગ્યા ખાંડે લઈ લીધી છે. પરંતુ જ્યારે વાત સ્વાસ્થ્યની આવી ત્યારે ગોળને કોઈ ટક્કર આપી શકે નહીં. ગોળમાં અનેક પોષક તત્વો રહેલા છે. જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.
Trending Photos
Jaggery Health Benefits: ગોળ મીઠાશ માટે ઉપયોગમાં લેવાય છે. આજ કાલ તો હવે જો કે તેનો ઉપયોગ લાડુ અને ગજક જેવી મીઠાઈઓ બનાવવા માટે થતો હોય છે. મીઠી ચીજો બનાવવામાં પણ હવે તો ગોળની જગ્યા ખાંડે લઈ લીધી છે. પરંતુ જ્યારે વાત સ્વાસ્થ્યની આવી ત્યારે ગોળને કોઈ ટક્કર આપી શકે નહીં. ગોળમાં અનેક પોષક તત્વો રહેલા છે. જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. આવો જાણીએ કે શિયાળામાં ગોળના સેવનથી શું ફાયદા થાય છે.
ગોળમાં રહેલા પોષક તત્વો
ગોળમાં ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, અને પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા હોય છે. આ પોષક તત્વો અનેક બીમારીઓથી શરીરને દૂર રાખે છે.
શિયાળામાં ફાયદાકારક
ગોડની પ્રકૃતિ ગરમ હોય છે. શિયાળાના દિવસોમાં ગોળ ખાવાથી શરીર ગરમ રહે છે. ઠંડી દૂર ભાગે છે. ગોળ ઈમ્યુનિટી વધારે છે અને શરદી ઉધરસ જેવી બીમારીઓને શરીરથી દૂર રાખે છે. કાળા મરી સાથે ગોળ ખાવાથી શરદી, સળેખમ અને ઉધરસની પરેશાની દૂર થાય છે.
મેટાબોલિઝમ વધારે છે
ગોળ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે. તેને ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. એક બાજુ જ્યાં ખાંડ વજન વધારે છે ત્યાં ગોળનું સેવન કરીને તમે બોડીને ફિટ રાખી શકો છો.
પાચન માટે ફાયદાકારક
શરદીના દિવસોમાં પાચન સંબંધિત અનેક સમસ્યાઓ રહે છે. આ દિવસોમાં ખાણી પીણીમાં ફેરફારના કારણે કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ થાય છે. ગોળ ખાવાથી પાચન સારુ રહે છે. પાચનની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ગોળને તમારા ડાયેટનો ભાગ બનાવી લો.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ગોળ ખાવો એ ફાયદાકારક રહે છે. ગોળમાં રહેલા પોષક તત્વો નસોને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. જેનાથી બ્લડ ફ્લો સારી રીતે થાય છે. આ પ્રકારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
લોહી વધારે છે
ગોળમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી શરીરમાં લોહીની કમી રહેતી નથી. ગોળ ખાવાથી એનીમિયા જેવી બીમારીઓમાં ફાયદો થાય છે. તે નબળું શરીર મજબૂત બનાવે છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
હાડકાં માટે ફાયદાકારક
ગોળમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં રહેલું છે. તેને ખાવાથી હાડકાં મજબૂત થાય છે. સ્નાયૂની મજબૂતાઈ માટે પણ ગોળ ફાયદાકારક ગણાય છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે