Health Tips: ગેસ-એસિડિટીની સમસ્યા રહેતી હોય તો આ 4 દાળનું સેવન કરવું ઓછું, નહીં તો મુકાવું પડશે શરમમાં

Health Tips: ગેસ અને એસિડિટી થઈ જાય ત્યારે વ્યક્તિ બીમાર ન હોય તો પણ હાલ બેહાલ થઈ જાય છે. જે લોકોને વારંવાર ગેસ અને એસિડિટી થતા હોય તેમણે કેટલીક દાળનું સેવન કરવાનું ઘટાડવું જોઈએ. દરેક ઘરમાં દાળ રોજ બને છે કારણ કે દાળથી શરીરને પ્રોટીન મળે છે. પરંતુ કેટલીક દાળ એવી હોય છે જે ગેસ એસીડીટી અને બ્લોટીંગની સમસ્યાને વધારી શકે છે. 

Health Tips: ગેસ-એસિડિટીની સમસ્યા રહેતી હોય તો આ 4 દાળનું સેવન કરવું ઓછું, નહીં તો મુકાવું પડશે શરમમાં

Health Tips: અનિયમિત જીવનશૈલી અને આહારમાં બેદરકારીના કારણે ઘણા લોકોને પેટમાં ગડબડ થઈ જતી હોય છે. થોડી કેટલાક લોકો એવા હોય છે જેમને વારંવાર ગેસ અને એસિડિટી થઈ જાય છે. ગેસ અને એસિડિટી થઈ જાય ત્યારે વ્યક્તિ બીમાર ન હોય તો પણ હાલ બેહાલ થઈ જાય છે. જે લોકોને વારંવાર ગેસ અને એસિડિટી થતા હોય તેમણે કેટલીક દાળનું સેવન કરવાનું ઘટાડવું જોઈએ. દરેક ઘરમાં દાળ રોજ બને છે કારણ કે દાળથી શરીરને પ્રોટીન મળે છે. પરંતુ કેટલીક દાળ એવી હોય છે જે ગેસ એસીડીટી અને બ્લોટીંગની સમસ્યાને વધારી શકે છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આ દાળનું સેવન કરવાનું ટાળવું જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.

ગેસનું કારણ બનતી દાળ

આ પણ વાંચો:

મગની દાળ

મગની દાળ પાચન શક્તિ વધારવા માટે સારામાં સારો વિકલ્પ છે પરંતુ તેનું પાચન સારી રીતે થાય તે માટે જરૂરી છે કે તેને બરાબર પકાવીને ખાવામાં આવે. જો મગની દાળ બરાબર રીતે પકાવીને ખાવામાં ન આવે તો તેના કારણે ગેસ અને એસિડિટી થઈ શકે છે. આ સિવાય તમે મગની દાળ જ્યારે પણ ખાવ ત્યારે તેની સાથે છાશનું સેવન કરવું જોઈએ.

તુવેર દાળ

તુવેરની દાળ દરેક ઘરમાં સૌથી વધુ વપરાય છે. પરંતુ આ દાળ ખાવાથી પણ ગેસ અને એસિડિટી ની સમસ્યા વધી શકે છે. તુવેર દાળ ખાવાથી પેટ ફુલાયેલું અનુભવી શકો છો. તેથી શક્ય હોય ત્યાં સુધી આ દાળ ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ.

ચણાની દાળ

ચણાની દાળમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર સૌથી વધુ હોય છે. ઘણા લોકો ને આ દાળ ખાધા પછી પેટની સમસ્યા થઈ શકે છે તેથી જે લોકોનું પાચન નબળું હોય તેમણે આ દાળનું સેવન ઓછી માત્રામાં કરવું.

રાજમા

રાજમાં દરેક વ્યક્તિને પસંદ હોય છે પરંતુ તેને ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે. તેથી રાજમાનુ સેવન ક્યારેક જ કરવામાં આવે તો સારું રહે. સાથે જ તેને સારી રીતે પલાળી અને પકાવી લેવા જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news