Hair Care Tips: ચોમાસામાં ખરતા વાળથી પરેશાન છો ? તો શરુ કરો આ નેચરલ વસ્તુઓનો ઉપયોગ, 7 દિવસમાં ફરિયાદ થશે દુર

Hair Care Tips: વરસાદમાં વારંવાર પલળવાથી અને પ્રદૂષણના કારણે વાળની સ્થિતિ ખરાબ થવા લાગે છે અને તે ઝડપથી કરવા લાગે છે. વાળને ખરતા અટકાવવા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે પરંતુ તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. આવા બ્યુટી પ્રોડક્ટ વાળને વધારે નુકસાન પહોંચાડી પણ શકે છે. તેવામાં જો તમારે કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો હોય તો તમે આ ઘરેલુ નુસખા અજમાવી શકો છો.

Hair Care Tips: ચોમાસામાં ખરતા વાળથી પરેશાન છો ? તો શરુ કરો આ નેચરલ વસ્તુઓનો ઉપયોગ, 7 દિવસમાં ફરિયાદ થશે દુર

Hair Care Tips: વરસાદની સીઝનમાં મોટાભાગના લોકો ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાથી વધારે પરેશાન રહે છે. આ સિઝનમાં સૌથી વધુ ખરતા વાળની ફરિયાદ જોવા મળે છે. વરસાદમાં વારંવાર પલળવાથી અને પ્રદૂષણના કારણે વાળની સ્થિતિ ખરાબ થવા લાગે છે અને તે ઝડપથી કરવા લાગે છે. વાળને ખરતા અટકાવવા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે પરંતુ તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. આવા બ્યુટી પ્રોડક્ટ વાળને વધારે નુકસાન પહોંચાડી પણ શકે છે. આવી સ્થિતિમાં જો તમારે કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ ન કરવો હોય અને વાળને ખરતા અટકાવવા હોય તો તમે ઘરેલુ નુસખા અજમાવી શકો છો.

આ પણ વાંચો:

આ ઘરેલું નુસખાનો ઉપયોગ કરીને તમે વાળની ખરતા અટકાવી શકો છો. તેનાથી વાળ નેચરલી હેલ્થી રહેશે. તો ચાલો તમને જણાવીએ ચોમાસામાં કોઈપણ પ્રકારની આડઅસર વિના ખરતા વાળને કેવી રીતે અટકાવવા.

ખરતા વાળને અટકાવવાનો ઘરગથ્થુ ઉપાય

જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો એક ઈંડામાં બદામનું તેલ વાળમાં લગાડો. તેનાથી વાળને પોષણ મળશે અને વાળના મૂળ મજબૂત થશે. વાળમાં જો તમારે આ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો એક બાઉલમાં ઈંડુ ફોડીને ઉમેરો. તેમાં બે ચમચી બદામનું તેલ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી વાળમાં સારી રીતે લગાડો અને 30 મિનિટ સુધી રહેવા દો ત્યાર પછી વાળને સારી રીતે વોશ કરો.

ખરતા વાળને અટકાવવા માટે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે એક બાઉલમાં એક મોટો ચમચો વિનેગર લઈ તેમાં બે ચમચી બદામનું તેલ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરો. તેને વાળના મૂળમાં સારી રીતે લગાડો અને રાત આખી રહેવા દો. સવારે વાળને શેમ્પુ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news