Immunity Booster Tomato Juice: વરસાદની ઋતુમાં આ રસનું કરો સેવન, શરીર અંદરથી બનશે મજબૂત
જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આપણે ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ. કોરોના કાળમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સતત ભાર મૂકવામાં આવે છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. આ ઋતુમાં લોકોને અનેક રોગોનો સામનો કરવો પડે છે..આવી સ્થિતિમાં, ટમેટાના રસની મદદથી, તમે માત્ર કોરોના વાયરસથી નહીં પરંતુ અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો, કારણ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તે વધુ સારો વિકલ્પ છે.
Trending Photos
નવી દિલ્લીઃ જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આપણે ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ. કોરોના કાળમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સતત ભાર મૂકવામાં આવે છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. આ ઋતુમાં લોકોને અનેક રોગોનો સામનો કરવો પડે છે..આવી સ્થિતિમાં, ટમેટાના રસની મદદથી, તમે માત્ર કોરોના વાયરસથી નહીં પરંતુ અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો, કારણ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તે વધુ સારો વિકલ્પ છે.
દરેક વ્યક્તિ જાણે છે કે કોરોનાની બીજી લહેરના ભયાનક સ્વરૂપ બાદ લોકોમાં તેનો ભય વધી ગયો છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ તેની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ડોકટરોના જણાવ્યા મુજબ, મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવાને કારણે કોઈપણ પ્રકારના વાયરલ ચેપથી બચવું સરળ બને છે. આવી સ્થિતિમાં, તમે ટમેટાના રસની મદદથી પ્રતિરક્ષા મજબૂત કરી શકો છો.
લાલ લાલ સ્વાદિષ્ટ ટામેટા આપણી ઇન્ડિયન ડિશનો મહત્ત્વનો ભાગ છે. શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ મહત્ત્વનો અને સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપમાં વિટામીન એ, ઇ, સી, કે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે.
ટામેટાના સુપના ફાયદા જાણો:
1- મગજ રહેશે તંદુરસ્ત:
ટોમેટો સુપમાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ હોય છે, તેનાથી નર્વસ સિસ્ટમ ઠીક રહે છે અને મગજ પણ મજબુત રહે છે. મગજની તંદુરસ્તી માટે ટામેટા બેસ્ટ છે.
2- હાડકા માટે ફાયદાકારક:
ટોમેટો સુપમાં વિટામીન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબુત રાખે છે. શરીરમાં લાઇકોપીનની કમીથી હાડકા પર સ્ટ્રેસ પડે છે. ટામેટામાં મોટાપ્રમાણમાં લાઇકોપીન હોય છે જે હાડકા માટે સારું છે.
3- વિટામીનની કમી થશે દૂર:
ટોમેટો સુપમાં વિટામીન એ અને સીની સારી એવી માત્રા હોય છે. વિટામીન એ, ટિશ્યુના વિકાસ માટે જરુરી છે. શરીરમાં રોજ 16 ટકા વિટામીન એ અને 20 ટકા વિટામીન સીની જરુર હોય છે અને ટોમેટો સુપ આ જરુરિયાતોને પુર્ણ કરે છે
4- વજન ઘટશે:
ટોમેટો સુપને જો ઓલિવ ઓઇલથી બનાવવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કેમકે તેમા પાણી અને ફાઇબરની માત્રા વધુ હોય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ભુખ લાગતી નથી અને તમારું વજન ઘટે છે.
5- કેન્સરનો ખતરો ઘટશે:
ટોમેટોમાં લાઇકોપીન અને કેરોટોનોઇડ જેવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેનાથી કેન્સરની શક્યતાઓ પણ ઘટી જાય છે.
6- બ્લડ શગર નિયંત્રણમાં રહે છે:
ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટમાં ટોમેટો સુપ જરુર લેવો જોઇએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. ટામેટામાં સેલેનિયમ પણ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે અને તેનાથી એનિમિયાનો ખતરો પણ ઘટે છે.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે