Tea Side Effects: તમે 30 દિવસ ચા ન પીવો તો શરીરમાં થાય આ ફેરફાર, જાણીને જાતે નક્કી કરો ચા પીવી કે નહીં...

Tea Side Effects: આજે તમને જણાવીએ કે જો 30 દિવસ સુધી તમે ચા નથી પીતા તો તેનાથી શરીરમાં કેવી અસર થાય છે. આ અસરો વિશે જાણીને તમે જાતે નક્કી કરી શકો છો કે ચા પીવી કે પછી ચા પીવાની આદત છોડી દેવી જોઈએ. 

Tea Side Effects: તમે 30 દિવસ ચા ન પીવો તો શરીરમાં થાય આ ફેરફાર, જાણીને જાતે નક્કી કરો ચા પીવી કે નહીં...

Tea Side Effects: આપણામાંથી મોટાભાગના લોકોના દિવસની શરુઆત ચા સાથે થાય છે. ચા પીવી ફાયદાકારક કે નુકસાનકારક તે મુદ્દે ચર્ચા પણ લાંબા સમયથી થતી રહી છે. આ અંગે થયેલી રિસર્ચમાં પણ અલગ અલગ પરિણામ જોવા મળે છે. કેટલાક સંશોધનનું તારણ એમ કહે છે કે દૂધવાળી ચાને બદલે બ્લેક ટી લાભકારી છે તો કેટલાક લોકો માને છે કે કોઈપણ ચા વધારે પીવામાં આવે તો તે નુકસાન કરે છે.

આજે તમને જણાવીએ કે જો 30 દિવસ સુધી તમે ચા નથી પીતા તો તેનાથી શરીરમાં કેવી અસર થાય છે. આ અસરો વિશે જાણીને તમે જાતે નક્કી કરી શકો છો કે ચા પીવી કે પછી ચા પીવાની આદત છોડી દેવી જોઈએ. 

એક મહિના સુધી ચા પીવામાં ન આવે તો તેનાથી શરીરમાં સ્વસ્થ પરિવર્તન આવી શકે છે. 30 દિવસ સુધી જો કેફીનનું સેવન ઘટાડી દેવામાં આવે તો શરીરને અનેક લાભ થાય છે. આ લાભ નીચે દર્શાવ્યાનુસાર છે. 

ઊંઘની ગુણવત્તા સુધરશે

ચામાં પ્રાકૃતિક રીતે કેફીન હોય છે. વધારે માત્રામાં કેફીન ઊંઘને બાધિત કરે છે. વધારે કેફીન લેવાથી મેલાટોનિન હોર્મોનના ઉત્પાદનમાં પણ બાધા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઊંઘની ખામી, થાક, સ્થુળતા, બ્લડ શુગર જેવી સમસ્યા થાય છે. જો કેફીન લેવાનું બંધ કરો છો તો ઊંઘની ગુણવત્તા સુધરે છે અને ઉપરની સમસ્યાઓ ઓછી થઈ જશે.

કેફીનની લત છુટી જશે

કેફીન ઉત્તેજક હોય છે જેની લત લાગી જાય છે. ઘણા લોકોને આવું હોય છે. તેમને ચા વિના ચાલતું જ નથી. વારંવાર તેમને ચા પીવાની ઈચ્છા થાય છે. ચા ન મળે તો માથામાં દુખાવો, ચિડીયાપણું અનુભવાય છે. જો કેફીનની લત છુટી જશે તો આ સમસ્યા નહીં થાય.

પાચન સુધરશે

ચાની ભુક્કીમાં ટેનિન વધારે હોય છે જે પાચનમાં સમસ્યા વધારે છે. તેથી જ તો ઘણા લોકો ચા પીવે પછી પેટમાં દુખાવો, ગેસ, એસિડીટી જેવી સમસ્યા થાય છે. રોજ વધારે માત્રામાં ચા પીવાથી પાચનની સમસ્યાઓ સર્જાય છે. તેનાથી વિરુદ્ધ ચા ન પીવાથી પાચનની સમસ્યાઓ ઠીક થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news