How to quit cigarette: સિગારેટ છોડતા જ હ્યદય બંધ કરે છે ઑવરટાઇમ, આ ફાયદા જાણીને તમે સિગારેટ છોડી જ દેશો!

Changes after Quit Cigarette: સિગારેટ છોડ્યા બાદ સૌથી મોટો ફાયદો એ પણ છે કે, હ્યદય સારી રીતે કામ કરે છે કારણ કે, સિગારેટ પીવાથી હ્યદયને ઓક્સિજન માટે વધારે મહેનત કરવી પડે છે. એટલે જો સિગારેટ છોડી દેવામાં આવે તો હ્યદયને પૂરતો આરામ મળી રહેશે.

How to quit cigarette: સિગારેટ છોડતા જ હ્યદય બંધ કરે છે ઑવરટાઇમ, આ ફાયદા જાણીને તમે સિગારેટ છોડી જ દેશો!

Changes after Quit Smoking: સિગારેટની લત લાગ્યા પછી તેને છોડવી મુશ્કેલ છે. આજની મહદઅંશની યુવા પેઢી સિગારેટની લતને વળગી છે કારણ કે, તે સિગારેટ વિના રહી શકતા નથી. જો કે, આ ફાયદાઓ જાણીને સિગારેટ છોડવાનું મન કોઇ પણ વ્યક્તિ બનાવી લેશે. જી હા એક રિચર્સમાં સામે આવ્યું છે કે સિગારેટ છોડ્યા બાદ તરત જ શરીરમાં સકારાત્મક બદલાવ જોવા મળે છે.

સિગારેટ છોડવાથી શરીરને થાય છે ફાયદા
શરીરમાં તાત્કાલિક આવે છે સકારાત્મક બદલાવ
સિગારેટ છોડવાથી હ્યદયને મળશે પૂરતો આરામ 
માનસિક બિમારી અને કેન્સરનો ખતરો ઓછો થશે

અમેરિકન એસોસિએશન ઓફ લંગ ડિસિઝના રિચર્સ અનુસાર સિગારેટ વિના લેવાયેલા શ્વાસથી જ શરીરમાં બદલાવ થવાના શરૂ થઇ જાય છે અને થોડા જ અઠવાડિયામાં સુખદ બદલાવ પણ જોવા મળે છે. રિચર્સ અનુસાર કેટલાક લોકો સિગારેટ છોડી શકતા નથી અને કેટલાક લોકો સિગારેટ મૂકી દે તો, તેમને ઊંઘ, ભૂખની કમી જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, આવું થોડા દિવસ સુધી જ થાય છે ત્યાર બાદ શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું લેવલ સામાન્ય થતા જ શરીરના અંગો ફરીથી યોગ્ય રીતે કામ કરવા કરવા લાગે છે અને બે ત્રણ અઠવાડિયામાં લોહીમાં પણ સુધારો થાય છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, સિગારેટ છોડવાથી હ્યદયની બિમારી, માનસિક બિમારી અને કેન્સરનો ખતરો પણ ઓછો થઇ જાય છે. 

સિગારેટ છોડ્યા બાદ સૌથી મોટો ફાયદો એ પણ છે કે, હ્યદય સારી રીતે કામ કરે છે કારણ કે, સિગારેટ પીવાથી હ્યદયને ઓક્સિજન માટે વધારે મહેનત કરવી પડે છે. એટલે જો સિગારેટ છોડી દેવામાં આવે તો હ્યદયને પૂરતો આરામ મળી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news