How To Make Sweet Potato Tikki: શરીરમા આયર્નની કમી પૂરી કરે છે શક્કરિયા, આજે જ બનાવો ટેસ્ટી શક્કરિયાની ટિક્કી
Health Care Tips: આજે અમે તમારા માટે શક્કરિયાની ટિક્કી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. શક્કરિયામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
Trending Photos
How To Make Sweet Potato Tikki: શક્કરિયુ એક સુપરફૂડ છે જેને સ્વીટ પોટેટો તરીકે ઓળખવામાં આવે છે. શક્કરિયાને સામાન્ય રીતે ચાટ બનાવીને ખાવામાં આવે છે. તમે આજ સુધી શક્કરિયાની ચાટ ઘણી વખત ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય શક્કરિયાની ટિક્કી ટ્રાય કરી છે? જો નહીં, તો આજે અમે શક્કરિયાની ટિક્કી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.
શક્કરિયામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, માટે તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે. આ સિવાય શક્કરિયા તમારા હૃદયનું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. શક્કરીયાની ટિક્કીનો સ્વાદ ખૂબ જ મસાલેદાર હોય છે. તો ચાલો જાણીએ શક્કરિયાની ટિક્કી બનાવવાની રીત.....
શક્કરિયાની ટિક્કી બનાવવા માટેની જરૂરી સામગ્રી-
30 રૂ.ના શક્કરિયા
1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 ટામેૂટુ (સમારેલું)
2 ચમચી તેલ
સ્વાદ અનુસાર મીઠું
3 લીલા મરચા (ઝીણા સમારેલા)
આ પણ વાંચો:
શું રાજકોટમાં રમાશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ? કેમ થઈ શકે છે મેદાનમાં ફેરફાર?
12 ફેબ્રુઆરી 2023 રાશિફળઃ કોને ફળશે આજે ગ્રહોની ચાલ? જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
શક્કરિયાની ટિક્કી કેવી રીતે બનાવવી?
શક્કરિયાની ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ શક્કરિયાને ધોઈને છોલી લો.
પછી તેને કાપીને પ્રેશર કૂકરમાં સારી રીતે ઉકળવા માટે રાખો.
આ પછી ડુંગળી, ટામેટાં અને લીલા મરચાને પણ ધોઈને સમારી લો.
પછી એક બાઉલમાં બાફેલા શક્કરિયાને કાઢીને તેને સારી રીતે મેશ કરો.
ત્યાર બાદ તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટમાંથી ગોળ આકારની ટિક્કી બનાવીને રાખો.
આ પછી એક નોન સ્ટિક તવા પર એક ચમચી તેલ મૂકી ગરમ કરો.
પછી તેની ઉપર ટિક્કી મૂકો અને તેને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સારી રીતે બેક કરો.
હવે તમારી સ્વાદિષ્ટ શક્કરીયાની ટિક્કી તૈયાર છે.
પછી તેને લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
આ પણ વાંચો:
હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવ્યો! ઓર્ડરમાં અધધ...ટકાનો વધારો
તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. zee24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે