અસલી અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શનને આ રીખે જાતે જ ઓળખો, માત્ર એક નિશાનનો છે તફાવત
Trending Photos
- અસલી અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શનમાં બહુ જ પાતળો ભેદ છે, જાણી જશો તો મુર્ખ બનતા બચી જશો
- દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને IPS ઓફિસર મોનિકા ભારદ્વાજે આ માહિતી આપતી ટ્વીટ કરી છે
- તેમની આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને કોરોના મહામારીમાં બહુ જ કામની માહિતી બની છે
ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. ગંભીર લક્ષણો ધરાવતા દર્દીની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેક્શન હાલ રામબાણ ઈલાજ સાબિત થયું છે. આ કારણે જ આ ઈન્જેક્શનની માંગ વધી છે. માર્કેટમાં આ ઈન્જેક્શન મોં માંગ્યા ભાવે વેચાઈ રહ્યા છે અને ખરીદાઈ રહ્યાં છે. જેને કારણે તેની કાળાબજારી શરૂ થઈ છે. ગુજરાતના લગભગ દરેક મોટા શહેરોમાંથી રેમડેસિવિર (Remdesivir) ની કાળાબજારી પકડાઈ છે. જેમાં હવે લોકો નકલી રેમડેસિવિર પણ વેચી રહ્યાં છે. આવામાં એક દર્દી તરીકે આ મામલે સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ ઈન્જેક્શન નકલી છે કે અસરી તેની ઓળખ કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન છે. તમારા મનમાં પણ આ પ્રકારનો પ્રશ્ન આવતો હોય તો આ માહિતી તમારા કામની છે. હકીકતમાં, તમે પણ સરળતાથી અસલી અને નકલી દવાની ઓળખ સરળતાથી કરી શકો છો.
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને IPS ઓફિસર મોનિકા ભારદ્વાજે આ માહિતી આપતી ટ્વીટ કરી છે. તેમની આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને કોરોના મહામારીમાં બહુ જ કામની માહિતી બની છે.
Attention!!
Lookout for these details before buying Remdesivir from the market. pic.twitter.com/A2a3qx5GcA
— Monika Bhardwaj (@manabhardwaj) April 26, 2021
તેણે ટ્વીટમાં એ માહિતી આપી છે કે, અસલી અને નકલી દવા (Remdesivir Real Or Fake) માં શુ ભેદ છે. તેમણે રેમડેસિવિરના પેકેટની ઉપર કેટલીક ખોટી માહિતીઓ જણાવી છે. જેના પર ધ્યાન આપીને તમે અસલી અને નકલી રેમડેસિવિરની વચ્ચેનો ફરક જાણી શકો છો.
આ માહિતી પર ખાસ ધ્યાન આપો
- નકલી રેમડેસિવિર ઈન્જેક્શનના નામ પહેલા ‘Rx’ નથી
- અસલી ઈન્જેક્શનના પેકેટ પર ‘100 mg/Vial’ લખાયેલું હોય છે. જ્યારે કે નકલી પેકેટ પર ‘100 mg/vial’ લખાયેલું હોય છે. ધ્યાનથી જુઓ, આમાં સ્પેલિંગ નહિ, પરંતુ કેપિટલ લેટર્સમાં ફરક છે.
- અસલી પેકેટ પર જ્યાં ‘For use in’ લખાયેલું છે, તો નકલી પેકેટ પર ‘for use in’ લખાયેલું છે. અહી પણ લેટર્સનો ગફલો કરાયો છે.
- અસલી રેમડેસિવિર ઈન્જેક્શનના પેકેટની પાછળ વોર્નિંગ લાલ રંગમાં છે, જ્યારે કે નકલી પેકેટમાં તે કાળા રંગમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે