How Many Eggs Should I Eat A Day: એક, બે કે ત્રણ.. એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ? અહીં જાણો સાચો જવાબ

How Many Eggs Should I Eat A Day: શું તમે જાણો છો કે 1 દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ, શું રોજ ઈંડા ખાવા હેલ્ધી છે. તો આજે અમે તમારા માટે આ તમામ પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ.

How Many Eggs Should I Eat A Day: એક, બે કે ત્રણ.. એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ? અહીં જાણો સાચો જવાબ

How Many Eggs Should I Eat A Day: દુનિયાના દરેક ખૂણે ઈંડાનો વપરાશ થાય છે. મોટાભાગના લોકોનો આ મનપસંદ નાસ્તો હોય છે. તે જ સમયે, ફિટનેસ ફ્રીક્સ લોકો પ્રોટીન મેળવવા માટે ઇંડાનું સેવન કરે છે. એકંદરે ઈંડા ખાવાના ઘણા ફાયદા છે. તે સ્નાયુઓના વિકાસથી લઈને શરીરને રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ, શું રોજ ઈંડા ખાવા સેફ છે. અમે તમારા માટે તમામ પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ.

એક દિવસમાં કેટલા ઈંડા ખાવા યોગ્ય છે?
નિષ્ણાતોના મતે, તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ બેથી ત્રણ ઇંડાનું સેવન કરવું જોઈએ. સ્વસ્થ લોકો અઠવાડિયામાં 7 થી 10 ઈંડા ખાઈ શકે છે.જેઓ એથ્લેટ છે અથવા વર્કઆઉટ કરે છે, તેમને પ્રોટીનની વધુ જરૂર હોય છે, તો આવા લોકો ચારથી પાંચ ઈંડા ખાઈ શકે છે. જે લોકો દરરોજ ઈંડાનું સેવન કરે છે, તેમણે ઈંડાનો સફેદ ભાગ જ ખાવો જોઈએ. આ સિવાય જે લોકો હ્રદયની બીમારીથી પીડિત હોય તેમણે દિવસમાં બે થી વધુ ઈંડા ન ખાવા જોઈએ. જ્યારે ઈંડા ગુડ કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપે છે, પરંતુ તેમ છતાં જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેઓએ ઈંડાનું સેવન ઓછું કરવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

ઇંડા ખાવાના ફાયદા
-ત્વચા વાળ અને નખ માટે ફાયદાકારક
-રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
-આંખોની રોશની વધારે છે
-મેમરી સુધારે છે
-હાડકાંને મજબૂત કરે છે
-હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

આ બાબતો ધ્યાનમાં રાખો
જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો, તો તમારે ઈંડાનું સેવન ટાળવું જોઈએ. પરંતુ જો તમે તેનો પીળો ભાગ કાઢીને ખાશો તો તેનાથી નુકસાન થવાની શક્યતા ઓછી છે. કારણ કે પીળા ભાગમાં ચરબી હોય છે, જે હાઈ બીપીવાળા લોકોને નુકસાન પહોંચાડી શકે છે.જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે ડૉક્ટરને પૂછ્યા પછી જ ડાયેટમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ.બીજી તરફ, જો તમે ઈંડાનું વધુ પડતું સેવન કરો છો તો તેનાથી શરીરમાં ગરમી વધે છે અને તેના કારણે તમારું પેટ પણ ખરાબ થઈ શકે છે.

Disclaimer:આ લેખમાં દર્શાવેલ માહિતી, પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચો:
આટલા દિવસે પાણીની બોટલ સાફ નહીં કરો તો પડશો બીમાર, જાણો બોટલ સાફ કરવાની રીત
ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ

શું તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ડોક્યૂમેન્ટ ચેક કરવાનું ના ભૂલતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news