Acidity: અડધી રાત્રે થાય ગેસ-એસિડિટી તો તુરંત અજમાવો આમાંથી કોઈ એક ઉપાય, 10 મિનિટમાં મળશે રાહત
Acidity Home Remedies:જો પાચન ખરાબ થાય તો તાત્કાલિક રાહત માટે ઘરે કયા ઉપાય કરી શકાય આજે તમને જણાવીએ. જ્યારે પણ પેટમાં ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવી સમસ્યા થાય તો તેનાથી રાહત મેળવવા માટે તમે અહીં દર્શાવેલા કેટલાક ઘરેલુ ઉપાય કરી શકો છો.
Trending Photos
Acidity Home Remedies: લગ્નની સિઝનમાં તળેલું અને મીઠાઈ ખાધા પછી એસિડિટી, ગેસ, કબજિયાત જેવી તકલીફ થવી સામાન્ય વાત છે. લગ્ન સમારોહમાં સગાઈથી લઈને લગ્ન સુધીમાં અનેક પ્રસંગો ઉજવાય છે અને દરેક પ્રસંગમાં અલગ અલગ પ્રકારના મીઠાઈ અને ફરસાણ લોકો પેટ ભરીને આરોગ્ય છે. સ્વાદિષ્ટ ભોજન ખાવાની તો મજા આવે છે પરંતુ ઘણા દિવસો સુધી આબુ ભોજન કરવાથી તબિયત પણ બગડે છે.
તીખી, તળેલી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે. જો પાચન ખરાબ થાય તો તાત્કાલિક રાહત માટે ઘરે કયા ઉપાય કરી શકાય આજે તમને જણાવીએ. જ્યારે પણ પેટમાં ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવી સમસ્યા થાય તો તેનાથી રાહત મેળવવા માટે તમે અહીં દર્શાવેલા કેટલાક ઘરેલુ ઉપાય કરી શકો છો.
આદુ
આદુમાં જીંજરોલ નામનું તત્વ હોય છે જે પાચનને સુધારે છે અને એસિડિટી મટાડે છે. જ્યારે પણ પેટમાં તકલીફ થાય ત્યારે એક કપ પાણીમાં એક ટુકડો આદુનો ઉમેરી બરાબર ઉકાળી તે પાણી પી જવું.
જીરું
જીરું પાચન સુધારે છે. તેમાં રહેલા એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ એસિડિટી મટાડવામાં મદદ કરે છે. એસિડિટી થાય તો એક ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં બે કલાક પલાળી રાખો અને પછી આ પાણી પી લેવું.
દહીં
દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તેનાથી સોજો પણ ઉતરે છે. ભોજનની સાથે એક વાટકી દહીં ખાવાથી એસિડિટીથી રાહત મળે છે.
વરિયાળી
વરિયાળીમાં એવા ગુણ હોય છે જે પેટમાંથી ગેસ દૂર કરે છે અને એસિડિટી મટાડે છે. તમે એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળીને તે પાણી પી લેશો તો પાચન સંબંધિત દરેક સમસ્યા મટી જશે.
તુલસી
તુલસી એસિડિટી મટાડે છે. તુલસીના પાનને ચાવીને ખાઈ જવાથી અથવા પાણીમાં ઉકાળીને તેની ચા પીવાથી પાચન સંબંધિત સમસ્યાથી તુરંત રાહત મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે