Health Tips: સાત દિવસમાં વધી જશે Hemoglobin Level, બસ ફોલો કરો આ 5 ટીપ્સ
Health Tips: હિમોગ્લોબિનનું લેવલ જરૂર કરતાં ઓછું હોય તો આ બીમારીને એનીમિયા કહેવાય છે. ખાસ કરીને જે મહિલાઓ માસિક ધર્મમાં થતી હોય તેમનામાં રક્તની ઉણપ ઝડપથી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે કુદરતી રીતે હિમોગ્લોબિન લેવલ વધારી શકો છો.
Trending Photos
Health Tips: હિમોગ્લોબિન એક આઇરન છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને રેડ બ્લડ સેલ્સમાં જોવા મળે છે. તે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ જાળવી રાખવામાં મદદ કરે છે. શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે શરીરમાં પર્યાપ્ત માત્રામાં હિમોગ્લોબિન હોય. જે વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિન લેવલ જરૂર કરતાં ઓછું હોય તેને થાક, નબળાઈ, માથામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે હિમોગ્લોબિનનું લેવલ જરૂર કરતાં ઓછું હોય તો આ બીમારીને એનીમિયા કહેવાય છે. ખાસ કરીને જે મહિલાઓ માસિક ધર્મમાં થતી હોય તેમનામાં રક્તની ઉણપ ઝડપથી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે કુદરતી રીતે હિમોગ્લોબિન લેવલ વધારી શકો છો.
આ પણ વાંચો:
1. હિમોગ્લોબિન લેવલ વધારવું હોય તો શાકાહારી આહાર લેવો જોઈએ. જેમાં લીલા શાકભાજી, ટામેટા, લસણ, ગાજર વગેરેનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તેમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે.
2. હિમોગ્લોબીન વધારવા માટે લીલા શાકભાજીની સાથે ફળનું સેવન કરવું પણ જરૂરી છે. દિવસ દરમિયાન સફરજન, કેરી, દાડમ, કિસમિસ જેવી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ કારણ કે તે પણ હિમોગ્લોબીન વધારે છે.
3. ડ્રાયફ્રુટ્સ પણ હિમોગ્લોબિન લેવલ વધારવામાં મદદ કરે છે તેના માટે તમે ખજૂર, અંજીર, બદામ, કાજુ, અખરોટ જેવી વસ્તુઓ ખાઈ શકો છો.
4. વિટામીન સી શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે તે હિમોગ્લોબિન વધારવામાં પણ મદદ કરે છે તેથી જો તમારે હિમોગ્લોબિન લેવલ વધારવું હોય તો વિટામીન સી યુક્ત વસ્તુઓ જેમ કે સંતરા, લીંબુ, ટમેટા, બ્રોકલી વગેરેનું સેવન વધારે કરવું જોઈએ.
5. હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે સૌથી વધુ જરૂરી છે કે તમે નિયમિત રીતે વ્યાયામ કરો. વ્યાયામ કરવાથી શરીરમાં ઓક્સિજનનો ઉપયોગ વધે છે અને તે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે