બાથરૂમમાં હાર્ટ એટેકનો ખતરો વધુ, સ્નાન કરવા સમયે તમને તો નથી કરતાને આ ભૂલ, રિસર્ચમાં થયો ખુલાસો
અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 11 ટકાથી વધુ હાર્ટ એટેકના કેસ બાથરૂમમાં થાય છે. આ સિવાય ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાથરૂમમાં હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજકાલ લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. તમે પણ ઘણા એવા લોકો વિશે સાંભળ્યું હશે, જેનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હોય. પરંતુ ઘણા લોકોના જીવ બચી પણ જાય છે, પરંતુ શું તમે ધ્યાન આપ્યું છે કે ઘણા લોકોને હાર્ટ એટેક બાથરૂમમાં જ આવે છે. ઘણા એવા કેસ હશે જેમાં હાર્ટ એટેક બાથરૂમમાં આવ્યો હોય. મહત્વનું છે કે હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હાર્ટની માંસપેશિઓના કોઈ એક ભાગને પૂરતુ લોહી મળતું નથી. આ હૃદયની કોરોનરી ધમનીઓના અચાનક સંકુચિત થવા અને તેમાં અત્યંત ધીમા રક્ત પ્રવાહને કારણે છે. આ સામાન્ય રીતે લોહીના ગંઠાઈ જવાને કારણે થાય છે. આ તમારા હૃદયને ઓક્સિજનનો પુરવઠો ઘટાડે છે, જેના ખતરનાક પરિણામો આવી શકે છે.
11 ટકાથી વધુ હાર્ટ એટેકના કેસ બાથરૂમમાં
હંમેશા માનવામાં આવે છે કે બાથરૂમમાં હાર્ટ એટેકનો ખતરો હોય છે અને આ વાત ઘણા રિસર્ચમાં પણ સામે આવી છે. અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 11 ટકાથી વધુ હાર્ટ એટેકના કેસ બાથરૂમમાં થાય છે. આ સિવાય ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાથરૂમમાં હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે.
બાથરૂમમાં કેમ આવે છે હાર્ટ એટેક
કેટલાક નિષ્ણાંતો અનુસાર અચાનક ઠંડા પાણીના સંપર્કમાં આવવું ખતરનાક બની શકે છે. ખાસ કરીને હાર્ટના દર્દીઓ માટે. તેનાથી હાર્ટ એટેક આવી શકે છે કે હૃદયની લયમાં ગડબડ થઈ શકે છે. હકીકતમાં, ઠંડુ પાણી શરીરને આંચકો આપી શકે છે, જેના કારણે ત્વચાની રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે. તેનાથી તમારા શરીરમાં લોહીનો પ્રવાહ ધીમો પડી શકે છે. આના કારણે, તમારું હૃદય ઝડપથી ધબકવા લાગશે જેથી તે આખા શરીરમાં લોહી પંપ કરી શકે. તે તમારી રક્તવાહિનીઓ પર દબાણ પણ વધારી શકે છે.
ઠંડા પાણીમાં કેમ આવી શકે છે હાર્ટ એટેક
ભલે કોઈ સ્વસ્થ, ફિટ કે યુવા હોય તેને પણ ઠંડા પાણીમાં હાર્ટ એટેક આવી શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે આ સામાન્ય રીતે ગરમ હવામાનમાં હોય છે, જ્યારે લોકો તત્કાલ ઠંડા પાણીથી સ્થાન કરે છે. આ જોખમની ઓળખ સૌથી પહેલા જર્નલ ઓફ ફિજિયોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસમાં થઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું કે ઠંડા પાણીમાં અચાનક સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે.
સ્નાન કરવાની યોગ્ય રીત
ઠંડા ફુવારો માટે ડોલ એક શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ હોઈ શકે છે કારણ કે તમે કોઈપણ આંચકાથી બચવા માટે તમારા શરીર પર પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકો છો. કોઈપણ ખતરનાક પ્રતિક્રિયાઓને ઘટાડવા માટે ધીમી ગતિએ પાણી દાખલ કરો. આ તમારા શરીરને તાપમાનમાં થતા ફેરફારને અનુકૂલન કરવાનો સમય આપશે. કોઈપણ જોખમને ટાળવા માટે, પહેલા હૂંફાળા પાણીથી શરૂઆત કરવી અને પછી ઠંડા પાણીનો ઉપયોગ કરવો વધુ સારું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે