સરકાર જવાબ આપે! શિક્ષણાધિકારી જ બળાત્કારી આસારામના મોટા 'ભગત', ધારાસભ્ય પણ આરતી ઉતારી આવ્યા
આસારામના આશ્રમમાં પૂજા કરતા જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરીના ફોટા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરી આશ્રમમાં લોકોને પ્રવચન આપતાં હોય તેવાં ફોટા છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતની શાળામાં લંપટ અને દુષ્કર્મી આસારામની આરતી ઉતારવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ત્યારથી રાજ્યમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીના આસારામના આશ્રમમાં પૂજા કરતા ફોટા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બિપીન પટેલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આસારામના આશ્રમમાં પૂજા કરતા જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરીના ફોટા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરી આશ્રમમાં લોકોને પ્રવચન આપતાં હોય તેવાં ફોટા છે. જો જિલ્લા શિક્ષણાધિકારી જ આસારામને પૂજતા હોય તો પછી શાળાઓમાં પણ શું આવા ફતવા ન કરતા હોય.
જિલ્લા શિક્ષણાધિકારી જ આશારામ ના ભગત!
મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીના આસારામના આશ્રમમાં પૂજા કરતા ફોટા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બિપીન પટેલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આસારામના આશ્રમમાં પૂજા કરતા જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરીના ફોટા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરી આશ્રમમાં લોકોને પ્રવચન આપતાં હોય તેવાં ફોટા છે. જો જિલ્લા શિક્ષણાધિકારી જ આસારામને પૂજતા હોય તો પછી શાળાઓમાં પણ શું આવા ફતવા ન કરતા હોય.
તમને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીના પ્રેરક અભિગમ દ્વારા શાળાઓમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસથી 17 ફેબ્રુઆરી દરમ્યાન માતા પિતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ દરમ્યાન બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામની આરતી ઉતારવામાં આવી હતી. લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ આશારામી આરતી ઉતારી હતી.
સરકારી પ્રાથમિક શાળામાં, જનતાના ટેક્સમાંથી પગાર મેળવતા સરકારી શિક્ષકો ગુરુની ભૂમિકાનો અનાદર કરીને લંપટ આસારામની આરતી ઉતારી રહ્યા છે. શિક્ષણમંત્રી જુઓ...સરકારી શાળાઓમાં શું ચાલી રહ્યું છે? શિક્ષણમંત્રી જુઓ... સરકારી શાળાના શિક્ષકો દુષ્કર્મી આસારામની આરતી ઉતારીને આપણાં બાળકોને કેવા સંસ્કાર આપી રહ્યા છે? જે લંપટ આસારામને ગાંધીનગરની કોર્ટે એક પખવાડિયા પહેલાં દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે એ જ આસારામની આરતી ઉતારી રહી છે.
ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓ. સરસ્વતીના ધામમાં માતા સરસ્વતીની પૂજા કરવાની હોય તેના બદલે સરકારી શિક્ષકો બાળકોની સામે બળાત્કારી આસારામની આરતી ઉતારી રહ્યા છે. સમગ્ર દેશમાં મોડલ સ્ટેટ ગણાતું ગુજરાત દેશને શું સંદેશો આપી રહ્યું છે તે જુઓ... જે લંપટ આસારામે રાજસ્થાન અને ગુજરાતની દીકરીઓ પર દુષ્કર્મ આચરીને તેમની જિંદગી તહસનહસ કરી નાખી, જે આસારામે પોતાના પાપમાંથી બચવા માટે કેસના સાક્ષીઓનું ખૂન કરાવ્યું એ જ નરાધમ, હેવાન, શેતાન અને લંપટ આસારામની ગુજરાતની શાળાઓમાં આરતી ઉતારી રહ્યા છે આપણા કહેવાતા શિક્ષકો. અરે શરમ શરમ કરો તમને શિક્ષક કહેતાં પણ શરમ આવે છે અમને. તમે ગુરુ નહીં તમે લઘુ છો. તમે ગુજરાતનાં બાળકોને, ગુજરાતના ભવિષ્યને શું સંસ્કાર આપી રહ્યા છો તે જુઓ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે