Juice For Bad Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલથી મળશે છુટકારો, આ 3 પ્રકારના જ્યુસનું કરો સેવન
Cholesterol Lowering Tips: આજકાલ ઘણા લોકો બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણી બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે તમારા ડેલી ડાયટમાં કેટલીક હેલ્ધી વસ્તુઓ સામેલ કરો.
Trending Photos
Juice For Bad Cholesterol: માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના લોકો વધતા કોલેસ્ટ્રોલથી પરેશાન રહે છે, પહેલા 40ની ઉંમર બાદ આ સમસ્યા વધુ પેદા થતી હતી, પરંતુ વર્તમાન સમયમાં બાળકો અને યુવાનો તેના શિકાર થઈ રહ્યાં છે. તેવામાં સમય રહેતા સતર્ક થઈ જવું જોઈએ બાકી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, કોરોનરી આર્ટરી ડિઝીસ અને ટ્રિપલ વેસ્લ ડિસીઝ જેવી બીમારીઓ થઈ શકે છે. ભારતના જાણીતા ડાયટીશિયન આયુષી યાદવે જણાવ્યું કે જો તમે 3 પ્રકારના જ્યુસનું સેવન કરો છો તો લોહીમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તમને ખુબ મદદ મળશે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પીવો આ 3 જ્યુસ
1. દુધીનું જ્યુસ (Bottle Gourd Juice)
દુધી એક એવી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે, તેનો ઉપયોગ ભારતમાં મોટા ભાગના ઘરોમાં કરવામાં આવે છે. ઘણા લોકો તેનું શાક ખાવાનું પસંદ કરે છે તો કોઈ તેને સંભારમાં મિક્સ કરી પીવે છે. દુધીમાં કેલેરી ન માત્ર હોય છે, તેથી દરરોજ સવારે એક ગ્લાસ દુધીનું જ્યુસ જરૂર પીવો. જો તમે એક મહિનો આ જ્યુસ પીવો તો લોહીમાં જામેલું કોલેસ્ટ્રોલ ઘટી જશે.
2. બીટનું જ્યુસ (Beetroot Juice)
બીટ એક હેલ્ધી વસ્તુ છે, જે જમીનની અંદર ઉગે છે અને સામાન્ય રીતે લોકો તેને સલાડના રૂપમાં ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે દરરોજ તેના જ્યુસનું સેવન કરશો તો ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં તમને ખુબ મદદ મળશે. બીટમાં વિટામિન બી અને ફોસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે, સાથે તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટ્રી પ્રોપર્ટીઝ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
3. કારેલાનું જ્યુસ (Bitter Gourd Juice)
કારેલાનો સ્વાદ કડવો હોય છે, આ કારણ છે કે ઓછા લોકો તેને ખાવાનું પસંદ કરે છે અને તેનાથી દૂર રહે છે. પરંતુ તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જેમાં વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન કે અને ફાઇબરની ભરપૂર માત્રા હોય છે. તમારે ઓછામાં ઓછું એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવું જોઈએ, જેનાથી શરીરને ભરપૂર ફાયદા મળશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે