Side Effects of Guava:હોસ્પિટલમાં દાખલ ન થવું હોય તો ભૂલથી પણ ના ખાશો જામફળ, કંટ્રોલ નહીં કરો તો ભારે પડશે

Amrood Nuksaan: જામફળ ખાવા હેલ્થ માટે સારું ગણવામાં આવે છે પરંતુ કેટલીક ખાસ બિમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને ભૂલથી પણ તેનું સેવન કરવું ન જોઇએ. શિયાળામાં શરદીથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવું જોઇએ.

Side Effects of Guava:હોસ્પિટલમાં દાખલ ન થવું હોય તો ભૂલથી પણ ના ખાશો જામફળ, કંટ્રોલ નહીં કરો તો ભારે પડશે

Side Effects: ડાયાબિટીઝના દર્દીઓ જામફળ ખાઇ તો શકે છે પરંતુ તેનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. તેનું કારણ એ છે કે જામફળમાં શુગર હોય છે, જે તમારા ડાયાબિટીઝનું લેવલ વધારી શકે છે. તમે તમારા ડોક્ટર સાથે કંસલ્ટ કરીને જામફળ ખાવાનો નિર્ણય કરી શકો છો. જામફળ ખાવા સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. ખાસકરીને પેટની પાચનશક્તિ વધારવા અને ઝાડામાં રાહત માટે વડીલો કેળાની સાથે જામફળ ખાવાની સલાહ આપે છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. જોકે કેટલાક એવા લોકો પણ છે જેમને જામફળ (Side Effects of Guava) ભૂલથી પણ ન ખાવા જોઇએ. આમ કરવાથી તે ગંભીર રૂપથી બિમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં ભરતી થવું પડે છે. આવો જાણીએ કયા લોકોને શિયાળામાં જામફળ ખાવાનું ટાળવું જોઇએ. 

આ બિમારીઓના દર્દીઓએ ન ખાવા જોઇએ જામફળ

હેલ્થ એક્સપર્ટોના અનુસાર ગર્ભવતી (Pregnant) અને સ્તનપાન કરાવતી મહિલાઓને જામફળ ખાવાનું (Side Effects of Guava) ટાળવું જોઇએ. તેનું કારણ એ છે કે જામફળની તાસીર ઠંડી હોય છે જેથી ગર્ભવતી અને નવજાતની તબિયત બગડી શકે છે. 

No description available.

એક્ઝિમા (Eczema) ની બિમારીથી પીડિત લોકોને પણ જામફળ ખાવાથી બચવું જોઇએ. આમ કરવાથી તેમને સ્કીનમાં બળતરાનો સામનો કરવો પડે છે. એવા લોકોને જામફળના પાંદડાનો ઉપયોગ ભૂલથી પણ કરવો ન જોઇએ. તેનાથી ત્વચાની બિમારી થઇ શકે છે. 

એવા લોકો જેમને જલદી આ કોઇ બિમારીનું ઓપરેશન થવાનું છે, તેમને સર્જરીના 2 અઠવાડીયા પહેલાં જામફળનું સેવન બંધ કરી દેવું જોઇએ. આમ કરવાથી બોડીના બ્લડ સર્કુલેશનમાં અડચણ આવી શકે છે. જેથી શ્વાસ લેવાની સમસ્યા અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. 

પેટમાં ગેસ બનવાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે પણ જામફળનું સેવન કરવું સારું ગણવામાં આવતું નથી. તેનાથી તેમને ગેસ્ટ્રોની સમસ્યા વધી જાય છે. જો જામફળ ખાધા પછી તમને પેટમાં ચૂંક અનુભવાય અથવા ઉલટીનું મન થાય તો તમે જામફળ ખાવાનું ટાળવું જોઈએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણાકરી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news