Post Office ની આ સ્કીમ છે બંપર નફો કરાવે એવી, 10 હજારના મળશે 16 લાખ

Post Office Recurring Deposit Scheme: જો તમે પણ તમારે મહેનતની કમાણીનું રોકાણ એવી જગ્યાએ કરવા ઈચ્છો છો જ્યાંથી તમને બમ્પર બેનિફિટ મળે તો આ ખબર તમારા માટે કામની છે. આજે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જાણકારી આપીએ જે તમારા પૈસાને 10 ગણા વધારીને પરત આપશે. 

Post Office ની આ સ્કીમ છે બંપર નફો કરાવે એવી, 10 હજારના મળશે 16 લાખ

Post Office Recurring Deposit Scheme: જો તમે પણ તમારે મહેનતની કમાણીનું રોકાણ એવી જગ્યાએ કરવા ઈચ્છો છો જ્યાંથી તમને બમ્પર બેનિફિટ મળે તો આ ખબર તમારા માટે કામની છે. આજે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જાણકારી આપીએ જે તમારા પૈસાને 10 ગણા વધારીને પરત આપશે. પોસ્ટ ઓફિસની આ સ્કીમથી તમને ઘણા ફાયદા થશે તેમાં રોકાણ કરવાથી તમને તમારા પૈસાનું સારું એવું વળતર મળશે. સાથે તમે ડિપોઝિટ કરેલા પૈસા ઉપર લોન પણ લઈ શકો છો.

પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં તમે માત્ર સો રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. તેમાં તમે પાંચ વર્ષ સુધી પૈસા સેવ કરી શકો છો. તેમાં તમને વર્ષે 5.8% વ્યાજ મળે છે. સાથે જ તેમાં કમ્પાઉન્ડ વ્યાજ દર ત્રણ મહિને કેલ્ક્યુલેટ થાય છે.

આ પણ વાંચો:

પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટની મેચોરીટી પાંચ વર્ષની હોય છે. એટલે કે પૈસા પાંચ વર્ષ માટે લોક થઈ જાય છે. પાંચ વર્ષ પછી પણ તમે તેને ફરીથી પાંચ વર્ષ માટે રોકી શકો છો. જો તમે આ સ્કીમમાં દર મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટીના સમયે તમને 16 લાખ રૂપિયા મળે છે. આ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરવું પડે છે તમે વધુમાં વધુ કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો.

જો તમે દર મહિને 10000 રૂપિયા જમા કરાવો છો તો પાંચ વર્ષ પછી તમને 6,96,968 રૂપિયા ગેરંટી ફંડ તરીકે પરત મળશે. તેના ઉપર તમને 96,968 રૂપિયા વ્યાજ મળશે. આ રકમમાં છ લાખ રૂપિયા તમે રોકેલી રકમ છે અને બાકીનું વ્યાજ છે.

પાંચ વર્ષ પછી જો તમે ફરીથી પાંચ વર્ષ માટે તેને રોકો છો તો તમને 16,26,476 રૂપિયા ગેરંટી રીટર્ન મળશે. તેમાં 12 લાખ રૂપિયા તમારું રોકાણ છે અને બાકીના ₹4,26,476 વ્યાજની રકમ છે. આ રીતે પોસ્ટ ઓફિસની આઈસ્ક્રીમમાં દર મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરીને તમે 16 લાખનું ફંડ એકત્ર કરી શકો છો. 

આ સ્કીમમાં તમને લોનની સુવિધા પણ આપવામાં આવે છે. આ સ્કીમ માં તમે ઓછામાં ઓછા 12 હપ્તા ભર્યા પછી તમને 50% સુધીની લોન સરળતાથી મળી જાય છે. ડોન તમે સરળ હપ્તામાં અથવા તો એક સાથે પણ ચૂકવી શકો છો. આ લોન ઉપર જે વ્યાજ દર લાગશે તે આરડી પણ મળતા વ્યાજ થી બે ટકા વધારે હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news