Covid Vaccine: જો તમારું આ બ્લડ ગ્રુપ હોય તો એલર્ટ થઈ જાઓ, કોરોના રસી બાદ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધ્યું!

લંડન યુનિવર્સિટીના પ્રોફેસર પંકજ શર્માએ જણાવ્યું કે અમારા રિસર્ચથી જાણવા મળે છે કે એક સાધારણ બ્લડ ગ્રુપ ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે કોને કોવિશીલ્ડ રસી બાદ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધુ છે.

Covid Vaccine: જો તમારું આ બ્લડ ગ્રુપ હોય તો એલર્ટ થઈ જાઓ, કોરોના રસી બાદ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધ્યું!

એક નવા સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભારતમાં અપાતી કોવિડ રસી (ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા) બાદ બ્લડ ગ્રુપ O વાળાને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધુ હોય છે. રિસર્ચર્સનું કહેવું છે કે બ્લ્ડ ગ્રુપ O વાળામાં રસી બાદ બ્રેઈન સ્ટ્રોક આવવાનું જોખમ 43 ટકા છે. જ્યારે અન્ય  બ્લડ ગ્રુપવાળામાં તે ફક્ત 17 ટકા છે. આ અભ્યાસ રોયલ સોસાયટી ઓફ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયો છે. જેમાં 523 બ્રેઈન સ્ટ્રોક દર્દીઓના ડેટા સામેલ છે. 

અભ્યાસમાંથી 82 દર્દીઓને કોવિશીલ્ડની રસી લાગ્યાના 28 દિવસની અંદર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે રસી બાદ બ્રેઈન સ્ટ્રોકનો સામનો કરનારા દર્દીઓમાં 43 ટકા બ્લડ ગ્રુપ O વાળા હતા જ્યારે બાકી દર્દીઓમાંથી 71 ટકા બ્લડ ગ્રુપ A વાળા હતા. રિસર્ચર્સનું માનવું છે કે બ્લડ ગ્રુપ O વાળાના લોહીમાં ક્લોટ બનવાની શક્યતા વધુ હોય છે જેનાથી રસી બાદ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે બ્રેઈન સ્ટ્રોક માટે જવાબદાર કારકોમાં ફક્ત બ્લડ ગ્રુપ સામેલ નથી, પરંતુ અન્ય જોખમવાળા કારકો પણ સામેલ હોઈ શકે છે. 

લંડન યુનિવર્સિટીના પ્રોફેસર પંકજ શર્માએ જણાવ્યું કે અમારા રિસર્ચથી જાણવા મળે છે કે એક સાધારણ બ્લડ ગ્રુપ ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે કોને કોવિશીલ્ડ રસી બાદ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધુ છે. બ્લડ ગ્રુપ O વાળામાં રસી બાદ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ અઢી ગણું વધુ હોય છે. આવા લોકોની ઓળખ કરવાથી સરકારોને આ રસીના ઉપયોગ વિશે સારો નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં જ્યાં સસ્તી અને સરળતાથી પરિવહન યોગ્ય રસી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

જો કે આ અભ્યાસ હાલ પ્રાથમિક સ્તર પર છે અને તેના પર વધુ રિસર્ચની જરૂર છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કોવિડ 19થી બચવા માટે રસીકરણ હજુ પણ સૌથી પ્રભાવી રીત છે અને બ્લડ ગ્રુપના આધારે રસીકરણથી બચવું યોગ્ય નહીં રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news