Health Tips: કેલ્શિયમની કમી છે? ફિકર નોટ...હાડકા બની જશે લોખંડથી મજબૂત, જો ખાશો આ પાંચ વસ્તુઓ

સ્વસ્થ જીવન માટે ફિજિકલી ફીટ રહેવું જોઈએ. જેના માટે સ્નાયુઓ લચીલા અને હાડકા મજબૂત હોવા જરૂરી છે. હાડકા શરીરના આકાર, સંરચના સિવાય તમામ જરૂરી અંગોને સપોર્ટ કરે છે. આ તો તમે પણ જાણો જ છો કે આપણુ આખુ શરીર હાડકાઓના ઢાંચા પર ટકેલુ છે. એટલે જ તેમને સ્વસ્થ રાખવા જરૂરી છે. હાડકા ખરાબ અથવા નાજુક હોવા ઓસ્ટિયોપોરોસિસ, રિકેટ્સ, બોન કેન્સર, હાડકામાં સંક્રમણ જેવી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓને જન્મ આપે છે.
 

Health Tips: કેલ્શિયમની કમી છે? ફિકર નોટ...હાડકા બની જશે લોખંડથી મજબૂત, જો ખાશો આ પાંચ વસ્તુઓ

નવી દિલ્લીઃ સ્વસ્થ જીવન માટે ફિજિકલી ફીટ રહેવું જોઈએ. જેના માટે સ્નાયુઓ લચીલા અને હાડકા મજબૂત હોવા જરૂરી છે. હાડકા શરીરના આકાર, સંરચના સિવાય તમામ જરૂરી અંગોને સપોર્ટ કરે છે. આ તો તમે પણ જાણો જ છો કે આપણુ આખુ શરીર હાડકાઓના ઢાંચા પર ટકેલુ છે. એટલે જ તેમને સ્વસ્થ રાખવા જરૂરી છે. હાડકા ખરાબ અથવા નાજુક હોવા ઓસ્ટિયોપોરોસિસ, રિકેટ્સ, બોન કેન્સર, હાડકામાં સંક્રમણ જેવી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓને જન્મ આપે છે.

સામાન્ય રીતે હાડકા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમાં કેલ્શિયલ અને વિટામીન ડી મહત્વનો ભાગ ભજવે છે. કેલ્શિયલ જ્યાં હાડકાને મજબૂત બનાવે છે ત્યાં જ વિટામીન-ડી શરીરમાં કેલ્શિયમને વધારવામાં મદદ કરે છે. તો આવો અમે તમને એા પાંચ ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું જે તમારા હાડકાના સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદ કરે છે.

કેલ્શિયમની ઉણપને દૂર કરવા દૂધ પીઓ:
દૂધને સૂપરફૂડ પણ કહેવામાં આવે છે. તે કેલ્શિયમથી ભરેલુ હોવાથી હાડકાઓને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો તમને દૂધ એકલુ જ પીવું પસંદ હોય તો નાશ્તામાં દૂધને સ્મૂધીમાં મિક્સ કરીને, ઓટ્સની સાથે પી શકાય છે. જે એટલું જ ફાયદાકારક છે જેટલુ ખાલી રોજ દૂધ પીવું. જો તમારે કેલ્શિયમની જરૂર હોયતો એક ત્રિત્ર્યાંશ ભાગ મળી જશે.

હાડકાંને સ્ટ્રોંગ બનાવે છે ઈંડા:
સસ્તા અને બનાવવામાં સરળ પોષક તત્વથી ભૂરપૂર ઈંડા હોય છે.તેમાં પ્રોટીન પર્યાપ્ત માત્રામાં મળે છે. શરીરમાં લો લેવલ પ્રોટીન હાડકાઓના વિકાસમાં અવરોધે છે. એટલે પોતાના આહારમાં ઈંડાને સામલે કરવા સ્વસ્થ્ય પ્રોટીનની ઉણપની પૂરી કરવા અને હાડકાંને સ્ટ્રોંગ બનાવવામાં સરળ રીત છે. તમે ઈચ્છો તો ઈંડાને ઉકાળીને, ફ્રાયકરીને અથવા તેની આમલેટ બનાવીને ખાઈ શકો છો.

બોન હેલ્થ માટે સાલ્મન ફાયદાકારક:
ફેટી ફિશ હેલ્ધી ફેટ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે. આ તમારા શરીર માટે ઘણુ જ જરૂરી છે. વિટામીન-ડીને પૂર્ણ કરવામાં મદદ કરે છે.. જણાવી દઈએ કે ઓમેગા-3 અને વિટામીન-ડી બંને હાડકાના સ્વાસ્થ્ય માટે વિકાસને વધારવામાં મદદ કરે છે.એટલે તમામે પોતાના આહારમાં ફિશને સામેલ કરવી જરૂરી છે.

ડ્રાય ફ્રૂટનું કરો સેવન:
મુઠ્ઠીભર નટ્સ હાડકાઓના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમે હાડકાઓની મજબૂતાઈ બનાવી રાખવા માટે અખરોટ, કાજુ, બદામ અને બ્રાજીલ નટ્સ ખાઈ શકો છો. આ તમામ નટ્સ કેલ્શિયમ, પ્રોટીન, એન્ટીઓક્સિડેન્ટ, ઓમેગા-3 ફેટી એસિડ અને ફાસ્ફોરસ હાડકાઓના સ્વાસ્થ્યને વધારનારુ પોષક તત્વ છે. જણાવી દઈએ કે અખરોટનું સેવન ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઓછુ કરે છે. જ્યારે કાજુ ખાવાથી હાડકા વધુ મજબૂત બને છે.

હાડકાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા પાલક ખાઓ:
પાલક સ્ટ્રોંગ બેન્સ માટે સારો વિકલ્પ છે. જેમાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાઓના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેમાં હાજર ન્યૂટ્રીએન્ટ્સ ના માત્ર હાડકાઓનું સ્વાસ્થ્ય સુધારે છે પણ શરીર માટે પણ જરૂરી છે. શરીર મજબૂત ત્યારે જ બનશે જ્યારે આપણા હાડકા મજબૂત ગશે. એટલે તમામે પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ પોતાના આહારમાં સામેલ કરવા જોઈએ. જેથી આગળ જઈને હાડકા ક્યારેય નાજુક અને નબળા ન રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news