અરવલ્લીમાં આફત બન્યો મેઘો, 8 ઇંચ વરસાદ ખાબકતાં 3 નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

સુનોખ વાંસેરા પંથકમાં આજે સવારે 8 થી 9.30 દોઢ કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ થતાં સુનોખ શોભાયડા રોડ બંધ રોડ ઉપર પાણી ફરી વળતાં નદી જેવો માહોલ સર્જાયો છે. ખેતરોમાં ભારે પાણી ભરાઇ જતાં નુકશાનની દહેશત છે. ગઈકાલ રાત્રીથી અત્યારે 10 વાગ્યા સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

અરવલ્લીમાં આફત બન્યો મેઘો, 8 ઇંચ વરસાદ ખાબકતાં 3 નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

સમીર બલોચ, અરવલ્લી: રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિલોડામાં 2 ઇંચ, માલપુર ને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 

સુનોખ વાંસેરા પંથકમાં આજે સવારે 8 થી 9.30 દોઢ કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ થતાં સુનોખ શોભાયડા રોડ બંધ રોડ ઉપર પાણી ફરી વળતાં નદી જેવો માહોલ સર્જાયો છે. ખેતરોમાં ભારે પાણી ભરાઇ જતાં નુકશાનની દહેશત છે. ગઈકાલ રાત્રીથી અત્યારે 10 વાગ્યા સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિલોડામાં 2 ઇંચ, માલપુર ને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શામળાજી તરફના માર્ગ પર વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે. મોડા શામળાજી હાવે પર બે-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે. ખેતરો અને સ્ટેટ હાઇવે ધોવાઇ ગયા છે. 

મેઘો તૂટી પડતાં શામળાજી હાઇવે પર 20 કિ.મી લાંબો ટ્રાફિક જામ, ભેખડો ધસી પડતાં વાહનોને નુકસાન
 
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર,વડાલી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હરણાવ જળાશયમાં 5 હજાર ક્યુસેક પાણી આવક નોંધાતા નદીમાં પાણી છોડાયું છે. જેથી ખેડબ્રહ્મા અને વિજયનગરના 10 ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે જ વિજયનગરના 4 ગામ અને ખેડબ્રહ્મા 6 ગામને એલર્ટ કરાયા છે.

ભિલોડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ ગયો છે. ભિલોડના ગ્રામ્ય વિસ્તારો લીલછા,ખલવાડ,માકરોડા, નવા ભવનાથ, વિસ્તારમાં વરસાદ ખાબકતાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તો આ તરફ  ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુનસર ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળતાં નદી કિનારાના 20 ગામડાંઓને સર્તક કરાયા છે. 

હવામાન ખાતાની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા તાલુકાના ટીંટોઇ ગામમાં મોડી રાત્રીથી અત્યાર સુધી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે આશરે 6 થી સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ટીંટોઇ ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ટીંટોઈ ના ડુંગર વિસ્તારનું પાણી ગામમાં ઘુસી જતા નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ટીંટોઇ તથા આજુબાજુના વિસ્તારમાં સીઝનમાં પહેલી વખત સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીંટોઇ તથા આજુબાજુના વિસ્તારના નદી નાડાઓ અને તળાવ છલકાયા છે. નદી જેવા વહેતા પાણીને જોવા માટે ગામના સ્થાનિકોના ટોળેટોળા ઊમટી પડ્યા છે. 

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news