Health Care Tips: તમને સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે? તો તેનાથી ફાયદા થાય છે કે ગેરફાયદા?

Side Effects Of Drinking Too Much Tea: ભારતીય લોકોના પ્રિય પીણાંમાંથી ચા એક છે. જ્યારે, મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા થી થાય છે. કેટલાક લોકો નાસ્તા સાથે ચા પણ પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર ચા પીવાની આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Health Care Tips: તમને સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે? તો તેનાથી ફાયદા થાય છે કે ગેરફાયદા?

Side Effects Of Drinking Too Much Tea: ચા આજકાલ દરેક લોકોની પહેલી પસંદ છે. ભારતીય લોકોના પ્રિય પીણાંમાંથી ચા એક છે. જ્યારે, મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા થી થાય છે. કેટલાક લોકો નાસ્તા સાથે ચા પણ પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર ચા પીવાની આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. દિવસમાં 2 કપ ચા પીવી એ ખરાબ આદત નથી, પરંતુ તેનાથી વધુ ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવી સ્થિતિમાં તમારે તમારી આ આદત આજે જ છોડી દેવી જોઈએ. આવો અમે તમને અહીં એવા કેટલાક ઉપાયો જણાવીએ, જેને અપનાવીને તમે આજે આ આદત છોડી શકો છો.

ચા પીવાના ગેરફાયદા

પેટ માટે હાનિકારક
વધુ પડતી ચા પીવાથી પેટની સમસ્યા થઈ શકે છે. તેનાથી તમારું પાચન બગડે છે. વધુ પડતી ચા પીવાથી પેટમાં ગેસ, બ્લોટિંગ અને કબજિયાત જેવી સમસ્યા પણ થઈ શકે છે. તો આજે જ આ આદત છોડી દો.

હાર્ટબર્નની સમસ્યા
ઘણા લોકોને વારંવાર હાર્ટબર્ન, પેટમાં ગેસ, અપચો અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમે વધુ ચાનું સેવન કરો છો. તમારા પાચનને વધુ નુકસાન પહોંચાડે છે.

વધુ પડતી ચા પીવાની આદત ઘટાડવાની રીત
1- ચાના વધુ પડતા સેવનથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે જ્યારે તમને ચા પીવાનું મન થાય ત્યારે તમે તેના બદલે કંઈક હેલ્ધી પીઓ. આજે તમે ચાને બદલે જ્યુસ પી શકો છો.

2- એક સાથે ચા છોડવાની કોશિશ ન કરો, તેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. ચા છોડવા માટે ધીમે ધીમે તમે દરરોજ એક કપ ચા ઘટાડતા રહો.

3- ચાનું સેવન ઓછું કરવા માટે તમારે આખા દિવસમાં વધુ પ્રવાહીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં એનર્જી જળવાઈ રહેશે અને તમારી ચાની લાલસા ઓછી થશે.

4- ઉંધ સાથે ક્યારેય પણ સમજૂતી ના કરો, જો તમે પર્યાપ્ત અને સારી ઉંઘ લો છો તો તમે આખો દિવસ ફેશ મહેસૂસ કરશો. એવામાં તમને ચા પીવાની ખોટી આદત માંથી મુક્તિ મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news