મગજ જેવું દેખાતું આ ફળ અનેક બીમારીઓ સામે આપે છે રક્ષણ, જાણો ડ્રાયફ્રૂટના રાજાની ખાસિયત
સુકામેવા એટલેકે, ડ્રાયફ્રૂટમાં આમ તો અનેક વસ્તુઓ આવે છે. પણ શું તમને ખ્યાલ છેકે, અખરોટ ખાવાથી કઈ-કઈ બીમારીઓમાં લાભ થાય છે. ચમત્કારીક લાભ અંગે જાણવા માટે અહીં ક્લિક કરો...
Trending Photos
નવી દિલ્હીઃ અખરોટને બધા પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટનું સેવન કરવાનું આરોગ્યને ઘણા-બધા ફાયદા થાય છે. જો તમે અખરોટને પલાળીને સેવન કરો તો તેનાથી મળતા ફાયદા બે ગણા થઇ જાય છે. રાત્રે બે અખરોટ પાણીમાં પલાળીને સવારે નયણા કોઠે ખાવામાં આવે તો ઘણા રોગથી છુટકારો મળે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા છે.
કબજીયાત દુર કરી પાચનશક્તિ મજબુત બનાવે-
અખરોટને ફાયબરનો સ્ત્રોત માનવામાં આવે છે. અખરોટ પાચન શક્તિની સિસ્ટમને સ્વસ્થ બનાવે છે. જો પેટને યોગ્ય રાખવું હોય તેમજ કબજીયાત જેવી તકલીફથી બચવું હોય તો નિત્ય ફાયબરથી ભરપૂર વસ્તુઓને આરોગવી ખુબ જ આવશ્યક છે. એવામાં તમે કાયમ પલાળેલ અખરોટને આરોગો છો તો તમારુ પેટ સ્વસ્થ રહેશે અને કબજીયાતથી છુટકારો મળશે.
હૃદયને રાખે સ્વસ્થ-
અખરોટના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. અખરોટમાં વિપુલ પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસીડ મળી આવે છે, જે માનવીના હૃદયને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી છે. ઓમેગા-3 ફેટી એસીડ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે. જે વ્યક્તિને બી.પી.ની તકલીફ હોય તેણે તો અખરોટને આરોગવા જ જોઈએ.
કેન્સરના સામે રક્ષણ આપે-
અખરોટ સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર તેમજ કોલોરેક્ટલ કેન્સર જેવા ભયાનક રોગોના જોખમને દૂર કરવામા સહાય કરે છે. અખરોટમાં પોલીફેનોલ ઈલાગીટેનીન્સ નામનુ તત્વ હોય છે કે જે કેન્સર સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય અખરોટ હોર્મોન્સને લગતા કેન્સરના જોખમને પણ ઓછુ કરે છે. અખરોટમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટસ શરીરમાં કેન્સરના કોષના વિકાસને રૂંધે છે.
પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે ખુબ જ અસરકારક-
સ્ત્રીએ પ્રેગ્નેન્સીના સમયે અખરોટને અવશ્ય આરોગવા જોઈએ તેનાથી ખુબ જ લાભ મળે છે. અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ અંદર રહેલ સંતાનના માનસિક વિકાસમાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. જેથી ડોકટરની સલાહ મેળવ્યા પછી પ્રેગ્નેન્ટ સ્ત્રીએ સલાહ અનુસાર અખરોટ આરોગવા જોઈએ.
સારી ઉંઘ આવે છે-
અખરોટને આરોગવાથી ઉંઘ સારી આવે છે તેમજ સાથોસાથ સ્ટ્રેસને પણ દુર રાખવામા સહાયતા કરે છે. અખરોટમાં મેલાટોનીન નામનું તત્વ હોય છે કે જે એક યોગ્ય ઉંઘ પ્રદાન કરવામાં સહાયરૂપ થાય છે. ઓમેગા-3 ફેટી એસીડ લોહીના દબાણને કાબુમાં લાવીને સ્ટ્રેસને ભગાડે છે. પલાળેલ અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારો સ્વભાવ પણ યોગ્ય બની રહેશે તથા તમારો સ્ટ્રેસ પણ દુર થશે.
પુરુષોમાં ફર્ટીલીટી શ્રેષ્ઠ બનાવે છે-
પ્રોસ્ટેટ ખોરાક, ખાંડ અને રીફાઈન્ડ ધાન્યના સેવનના લીધે પુરુષોના સ્પર્મનુ ફંક્શનમા ગરબડ થતી હોય છે. એવામાં અખરોટને આરોગવામાં આવે તો પુરુષોમાં રહેલા સ્પર્મનો આકાર અને તેની ગતિશિલતા વગેરે ઉત્તમ બને છે. આ સિવાય અખરોટ આપણી રોગપ્રતિકારક ક્ષમતામા વધારો કરે છે. માટે જો તમે શરદી, ખાંસી, તાવ જેવા રોગોથી રક્ષણ મેળવવા માંગતા હોવ તો દરરોજ પરોઢે ખાલી પેટે પલાળેલા અખરોટને આરોગવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે