ભારતમાં લાખો બાળકો કેમ થઈ રહ્યાં છે ટાઈપ-1 ડાયાબિટીસના શિકાર? સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

કોરોનાના વધતાં કેસની વચ્ચે ICMRએ ટાઈપ-1 ડાયાબિટીસ દર્દીઓની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ખતરો સૌથી વધારે છે. ટાઈપ-1 ડાયાબિટીસ બાળકો અને નાની ઉંમરના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. જાણો કેટલી ખતરનાક છે આ બીમારી?

ભારતમાં લાખો બાળકો કેમ થઈ રહ્યાં છે ટાઈપ-1 ડાયાબિટીસના શિકાર? સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્લી: કોરોનાના કહેર વચ્ચે ભારત માટે મોટા ખતરાની ઘંટી. જી, હા. આ એકદમ સાચી વાત છે. કેમ કે ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધી 5 લાખ 25 હજાર જેટલાં લોકોના મોત થયા છે. પરંતુ 2021માં એક બીમારીએ કોરોના કરતાં પણ વધારે લોકોનો ભોગ લીધો. આ બીમારીનું નામ છે ટાઈપ-1 ડાયાબિટીસ. અને આ બીમારીથી ભારતમાં  લોકોની સાથે સાથે લાખો બાળકો તેના શિકાર બની રહ્યા છે. ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતો દર પાંચમો બાળક કે કિશોર ભારતીય છે. એટલે કે દરરોજ ભારતના 65 બાળકો કે કિશોર ટાઈપ-1 ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે.

ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનનો ચોંકાવનારો ખુલાસો: 
ભારતમાં અત્યારે 12.11 લાખ લોકોને ટાઈપ-1 ડાયાબિટીસ છે. જેમાં 2.29 લાખથી વધારે બાળકો અને કિશોર છે. આ તમામ ચોંકાવનારા આંકડા ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશને જાહેર કર્યા છે. રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છેકે 2021માં ડાયાબિટીસના કારણે આખી દુનિયામાં 67 લાખ લોકોના મોત થયા. તો ભારતમાં 2045 સુધી 12.49 કરોડ લોકો ડાયાબિટીસના દર્દી હશે. 2021માં ભારતમાં ટાઈપ-1 ડાયાબિટીસના 24,000થી વધારે નવા દર્દીઓ નોંધાયા હતા.

ભારતમાં ડાયાબિટીસની શું છે સ્થિતિ?        
1. ભારતમાં 7.4 કરોડ લોકો ડાયાબિટીસના શિકાર
2. ડાયાબિટીસના દર્દીઓના મામલે ભારત દુનિયામાં બીજા નંબરે
3. 2045 સુધી આંકડો 12 કરોડને પાર પહોંચવાનું અનુમાન
4. 50 ટકાથી વધારે એટલે 3.94 કરોડ દર્દીઓને સારવાર મળતી નથી
5. 20 વર્ષથી ઓછી ઉંમરના 2.29 લાખથી લોકો ટાઈપ-1 ડાયાબિટીસના દર્દી
6. આ આંકડો દુનિયામાં સૌથી વધારે છે
7. 1.57 લાખ દર્દીઓ સાથે અમેરિકા બીજા નંબરે
8. 92,300 દર્દીઓ સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે
9. 2021માં દુનિયામાં 67 લાખ લોકોના ડાયાબિટીસથી મૃત્યુ
10. સૌથી વધારે ચીનમાં 14 લાખ લોકોના મોત
11. અમેરિકામાં 7 લાખ લોકોના મોત
12. ભારતમાં 6 લાખ લોકોના મોત
13. પાકિસ્તાનમાં 4 લાખ લોકોના મોત
14. જાપાનમાં 2 લાખ લોકોના મોત

શું છે ટાઈપ-1 ડાયાબિટીસ:
ટાઈપ-1 ડાયાબિટીસ થાય તો શરીરમાં ઈન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે. આ બીમારી સામાન્ય રીતે નાની ઉંમરમાં કે નાના બાળકોમાં હોય છે. પરંતુ અનેકવાર તે વયસ્કો અને મોટી ઉંમરના લોકોને થાય છે. હવે દુનિયાના અનેક દેશોમાં બાળકોને ટાઈપ-2 ડાયાબિટીસના કેસ સામે આવ્યા છે. ખાસ કરીને તેવા બાળકોમાં જે મેદસ્વીથી ઝઝૂમતા હોય છે. ટાઈપ-1 ડાયાબિટીસથી ઝઝૂમી રહેલા લોકોને પોતાના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવા માટે દરરોજ ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેવા પડે છે. ઈન્સ્યુલિન વિના આ લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે. 

ટાઈપ-1 ડાયાબિટીસના લક્ષણો:
શરીરમાં ઈન્સ્યુલિન બંધ થઈ જાય છે 
નાના બાળકોને આ બીમારી થાય છે
અમુક વાર વયસ્કો અને મોટી ઉંમરના લોકોને થાય છે બીમારી
વધારે પડતી તરસ લાગવી
વારંવાર પેશાબ આવવો
ઝડપથી વજન ઓછું થઈ જવું
થાક લાગવો
વધારે ભૂખ લાગવું
આંખોમાં ઝાંખપ આવવી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news