કેમ ગંભીર ગણાય છે દિવસે ઊંઘવાની આદત? સારું જીવવું હોય તો હાલ જ છોડી દો આ વસ્તુઓ

શું તમે પણ આખો દિવસ ફ્રેશ રહેવા માંગો છો? થાક, સુસ્તી અને સતત ઊંઘ આવવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જાણો આ આર્ટિકલમાં આપવામાં આવેલી વિગતવાર માહિતી. 

કેમ ગંભીર ગણાય છે દિવસે ઊંઘવાની આદત? સારું જીવવું હોય તો હાલ જ છોડી દો આ વસ્તુઓ

 

-

-
દિવસે ઊંધી રહેવાની આદત હોય તો ચેતજો! કારણકે, આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગંભીર સાબિત થઈ શકે છે. આ અમે નથી કહી રહ્યાં પણ વિવિધ રિપોર્ટ્સ અને નિષ્ણાતો આ અંગેના સંકેત આપે છે. તે મુજબ જે લોકોને લાંબા સમયથી દિવસે ઊંધી રહેવાની આદત હોય છે, તેમને રાત્રે પુરતી ઊંઘ મળતી જ નથી. જેને કારણે તેઓ જ્યારે ખરેખર સુવાનો સમય હોય છે ત્યારે જાગ્યા કરે છે. આ પરિસ્થિતિ તેમને વધુને વધુ બીમારીઓ તરફ ધકેલી જાય છે.

તમે જોયું હશે કે, તમારા આસપાસ ઘણાં લોકો હંમેશા સુસ્ત રહેતા હોય છે. કેટલાંક હંમેશા સાવ ઠીલા ઢપ્પ અને એકદમ થાકેલા હોય એવા જ દેખાતા હોય છે હંમેશા. કેટલાંકના ચહેરા પર ક્યારેય સ્ફૂતિ હોતી નથી. આવા લોકો ઘણીવાર થાક અને ઊંઘની ફરિયાદ કરતા જોવા મળે છે અને આ માટે તેમનું અસંતુલિત જીવનશૈલી જવાબદાર છે. 

જો તમને પણ દિવસે ઊંઘ આવતી હોય, વારંવાર સુસ્તી ચઢતી હોય, વારંવાર સુવાની ઈચ્છા થતી હોય, વારંવાર કંઈક ખાવાની ઈચ્છા થતી હોય, વારંવાર થાક લાગતો હોય, તો આ તમામ લક્ષણો ગંભીર બીમારીઓનો સંકેત આપે છે. નિષ્ણાતોના મતે તો તમારે તમારા આહારમાં તાત્કાલિક કેટલાંક જરૂરી ફેરફાર કરવાની જરૂર છે.
હેલ્થ એક્સપર્ટ અને ડાયટ પ્લાનર્સનું કહેવું છેકે, આપણું ખાન-પાન અને તેનો ટાઈમિંગ તેના કારણે પણ આપણાં શરીર પર મોટી અસર પહોંચે છે.  તેમાં કેટલાક ખાસ ફેરફાર કરવાની જરૂર છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આજે ડાયટમાં એવી ઘણી વસ્તુઓ છે જે, તમારા શરીર અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. થાક અને ઊંઘથી બચવા માટે આ વસ્તુઓને ડાયટમાંથી બાકાત રાખવી જરૂરી છે.  

આજથી જ છોડી દો આ વસ્તુઓનું સેવન-
1) રિફાઇંડ બ્રેડ અને અનાજ પણ તમને થાક લગાવે છે. સફેદ ભાત, સફેદ બ્રેડ, પાસ્તા વગેરેમાં ખૂબ જ ઓછા ફાઈબર હોય છે અને તેને પચાવવા માટે શરીરને ઘણી મહેનત કરવી પડે છે જેના કારણે શરીર થાકનો શિકાર બને છે.

2) વધુ ચરબીયુક્ત ખોરાક પણ લાંબા ગાળે શરીર પર ખરાબ અસર કરે છે. જો કે શરીર માટે થોડી ચરબી જરૂરી છે, પરંતુ તેની વધુ પડતી તમને ઊંઘ અને થાકનો શિકાર બનાવી શકે છે. જો કે, ઉચ્ચ ચરબીને પચાવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે અને તેનાથી પાચનક્રિયા પણ નબળી પડે છે. તેનાથી સ્થૂળતા વધે છે અને શરીર થાકે છે.

3) ઉંઘ અને થાક દુર કરવા માટે વધુ ખાંડવાળા ખોરાકને આહારમાં ઉમેરવો જોઈએ નહીં. વધુ ખાંડવાળા ખોરાકની શરીર પર ખરાબ અસર પડે છે. આને તમારા આહારમાં સામેલ કરવાથી તમને તાત્કાલિક એનર્જી મળશે પરંતુ તે એનર્જી જલ્દી જ ગાયબ થઈ જાય છે અને શુગર તમારા શરીર પર ખરાબ અસર કરવા લાગે છે. 

4) એનર્જી ડ્રિંક્સ ભલે એનર્જી આપવાના નામે બનાવવામાં આવતા હોય, પરંતુ ઈન્સ્ટન્ટ એનર્જી આપ્યા પછી થાક લાગે છે. આવા પીણાંમાં કેફીન હોય છે જે તમારી ઊંઘની પેટર્નને ખરાબ રીતે અસર કરે છે. જો તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો, તો તમારી ઊંઘ ઓછી થવા લાગે છે.તેથી ખુબ જ શોખથી પીવાતા આ પીણાઓને બહુ જ ઓછા પીવા જોઇએ.

5) આયર્નની ઉણપવાળા ખોરાક પણ શરીરને નુકસાન પહોંચાડે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનની સપ્લાય માટે આયર્ન જરૂરી છે. જો તમે એવા ખોરાક ખાશો જેમાં આયર્ન નથી, તો તમારું શરીર એનિમિયાનો શિકાર બની જશે અને શરીરમાં ઉર્જાનો અભાવ થશે. ત્યારે પણ શરીરને થાક લાગે છે.

6) ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ આજકાલ ખૂબ જ લોકપ્રિય છે પરંતુ લાંબા ગાળે તે શરીરને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના ખોરાકમાં ઘણાં શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડની સાથે બિનઆરોગ્યપ્રદ ચરબી હોય છે. આ બધી વસ્તુઓ ખાવાથી શુગર લેવલ વધે છે અને શરીરમાં એનર્જીનો અભાવ થાય છે. આવી સ્થિતિમાં શરીર થાક અને ઊંઘની કમીનો શિકાર બને છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news