BP સહિત આ 7 બીમારીઓથી જોઈએ છે છૂટકારો? સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાની આદત પાડો

Barefoot Walk On Grass Benefits: સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી શરીરને ખુબ ફાયદો થાય છે. તેનાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ દૂર રહે છે અને શરીર ફીટ રહે છે. 

BP સહિત આ 7 બીમારીઓથી જોઈએ છે છૂટકારો? સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાની આદત પાડો

આજકાલની ખરાબ જીવનશૈલી, અનિયમિત ખાણીપીણી, અને શારીરિક ગતિવિધિઓની કમીના કારણે લોકો નાની ઉંમરે જ અનેક પ્રકારની ગંભીર બીમારીઓની ઝપેટમાં આવવા લાગ્યા છે. આથી હેલ્ધી અને સ્વસ્થ રહેવા માટે સારી લાઈફસ્ટાઈલ, યોગ્ય ખાણીપીણી અને કસરત કરવી ખુબ જરૂરી છે. આ જ કારણે સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે અનેક લોકો વહેલી સવારે વોક કરવા માટે જરૂર જાય છે. પોતાને ફિટ રાખવાનો આ એક સરળ ઉપાય પણ છે. અત્રે જણાવવાનું કે સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી શરીરને ખુબ ફાયદો થાય છે. તેનાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ દૂર રહે છે અને શરીર ફીટ રહે છે. સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી કયા કયા ફાયદા થાય છે તે ખાસ જાણો.....

બ્લડ પ્રેશર અને પાચનમાં ફાયદાકારક
સ્ટડીમાં એ વાત સામે આવી છે કે પૃથ્વી એટલે કે ધરતી સાથે તમારો શારીરિક સંપર્ક નર્વસ સિસ્ટમ, અને સર્કેડિયન રિધમને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે અને તેનાથી સ્વસ્થ શરીરના તાપમાન, હોર્મોન રિલીઝ, પાચન અને બ્લડ પ્રેશરને પ્રોત્સાહન મળે છે. 

તણાવ દૂર કરે
સવારે ઘાસ પર ચાલવાથી મન શાંત રહે છે. જેનાથી તણાવ ઓછો રહે છે. અત્રે જણાવવાનું કે નેચર અને પૃથ્વની સાથે સંબંધ તણાવના સ્તરને ઓછું કરવામાં અને તમારા સમગ્ર માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. 

મૂડ સુધારે
આ ઉપરાંત અનેક લોકોને ઘાસ પર ચાલવાથી કે સમય વિતાવ્યા બાદ વધુ ખુશી અને આરામ મહેસૂસ થાય છે. હકીકતમાં ઘાસ પર ચાલવાથી શરીરમાં એન્ડોર્ફિન રિલીઝ કરવામાં મદદ મળે છે. જો કે નેચરલ મૂડ લિફ્ટર હોય છે. 

દર્દમાંથી રાહત
જો તમે કોઈ પણ પ્રકારના જૂના દુખાવાથી પરેશાન હોવ તો રોજ ખુલ્લા પગે ચાલવું એ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. રોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમને દુખાવો, સોજા, અને પરેશાની ઓછી કરવામાં મદદ મળી શકે છે. 

સારી ઊંઘ
એટલું જ નહીં ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી ઊંઘની ગુણવત્તા પણ વધે છે અને ધરતીના ઈલેક્ટ્રોન્સના સંપર્કમાં આવવાથી સર્કેડિયન રિધમને રેગ્યુલેટ કરવા અને ઊંઘની પેટર્નમાં સુધારો કરવામાં મદદ મળે છે. 

સોજા ઓછા કરે
ઘાસ પર બે કલાક ખુલ્લા પગે ચાલવાથી સોજા ઓછા થાય છે જે હ્રદયરોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને કેટલાક પ્રકારના કેન્સરને જોખમોને ઓછા કરવામાં મદદ કરે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news