કાકડી-ટમેટાનું મિક્સ સલાડ ખાવ છો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે બીમારી
જાણકારો પ્રમાણે જો તમે કાકડી અને ટમેટાનું એક સાથે સેવન કરો છો તો ગેસ, બ્લોટિંગ, પેટમાં દુખાસો, થાક, અપચો જેવી સમસ્યાનો શિકાર થી શકો છે. કાકડી અને ટમેટાને એકબીજાની વિરુદ્ધ માનવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ હેલ્ધી ડાયટમાં મોટા ભાગના લોકો સલાડનો આહાર લેવાને શાનદાર માને છે. કોઈ વેજ સલાડ ખાવાનું પસંદ કરે છે તો કોઈ તમામ પ્રકારના ફળોનું સલાડ બનાવીને સર્વ કરે છે. ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે ટમેટા (Tomato) અને કાકડી (cucumber) એક સાથે ભેગું કરીને ખાવાથી તમારૂ સ્વાસ્થ્ય સુધરવાની જગ્યાએ બગડી શકે છે. સામાન્ય રીતે લોકો કાકડી અને ટમેટા ભેગા કરીને ખાય છે પરંતુ આ સ્વાસ્થ્ય માટે સારુ નથી. આવું અમે નહીં પરંતુ હેલ્થ એક્સપર્ટ માને છે.
જાણકારો પ્રમાણે જો તમે કાકડી અને ટમેટાનું એક સાથે સેવન કરો છો તો ગેસ, બ્લોટિંગ, પેટમાં દુખાસો, થાક, અપચો જેવી સમસ્યાનો શિકાર થી શકો છે. કાકડી અને ટમેટાને એકબીજાની વિરુદ્ધ માનવામાં આવે છે અને આ બંન્નેના પાચનનો સમય પણ અલગ-અલગ હોય છે. તેથી પેટમાં જઈને તે મુશ્કેલી ઉભી કરે છે.
નિષ્ણાંતો પ્રમાણે ટમેટા અને કાસડી સ્લો અને ફાસ્ટ ડાઇઝેશન વાળા ફુડ છે. જો તમે ફાસ્ટ અને સ્લો ડાઇઝેશન ફુડનું એક સાથે સેવન કરો છો તો એક ફુડ પચીને તમારા ઇન્ટેસ્ટાઇનમાં પહેલા પહોંચી જાય છે. તો બીજાનું પ્રોસેસિંગ થયા કરે છે. આ કારણે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.
Covaxin: દેશભરમાંથી 50 લોકોને દેશી કોરોના રસીનો પહેલો ડોઝ અપાયો, પ્રાથમિક પરિણામો 'ઉત્સાહવર્ધક'
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે કાકડીમાં પૌષ્ટિક તત્વો હોય છે, જે શરીરને હાઇબ્રેટેડ રાખે છે. કાકડીમાં એક એવો ગુણ હોય છે જે વિટામિન સીટના અવશોષણની સાથે હસ્તક્ષેપ કરે છે. તેથી ટમેટા અને કાકડીનું એક સાથે સેવન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમારે આ ફુડને ભેગા કરીને ખાવાથી સાવધાનવ રહેવું જોઈએ. જો તમને બંન્ને ભાવે છે તે તમે એક-એક કરીને ખાઈ શકો છો. તમે એકને લંચમાં લો તો બીજાને ડિનરમાં લઈ શકો છો. જેથી તમારા શરીરમાં બંન્ને પદાર્થોનો ફાયદો થશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે