ઉધરસ મટવાનું ન લેતી હોય નામ તો આ 4 ઘરગથ્થુ ઉપચારથી મળશે આરામ, અજમાવી જુઓ એકવાર
Home Remedies For Cough: ઉધરસના કારણે કોઈ કામ બરાબર રીતે કરી શકાતા નથી. ખાસ કરીને સુકી ઉધરસ સામાન્ય રીતે ઘણા દિવસો સુધી રહે છે. સુકી ઉધરસ ઘણા દિવસો સુધી પરેશાન કરે છે. જો તમને પણ સૂકી ઉધરસ છે અને દવાઓ કામ નથી કરી રહી તો તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીએ.
Trending Photos
Home Remedies For Cough: વાતાવરણમાં ફેરફાર અને વાયરલ રોગોના ફેલાવાના કારણે ઉધરસ ઝડપથી થઈ જાય છે. ઘણીવાર ઉધરસ એવી થાય છે કે તેને મટાડવા માટે દિવસો સુધી દવા લેવામાં આવે તો પણ ઉધરસ મટતી નથી. ઉધરસના કારણે કોઈ કામ બરાબર રીતે કરી શકાતા નથી. ખાસ કરીને સુકી ઉધરસ સામાન્ય રીતે ઘણા દિવસો સુધી રહે છે. સુકી ઉધરસ ઘણા દિવસો સુધી પરેશાન કરે છે. જો તમને પણ સૂકી ઉધરસ છે અને દવાઓ કામ નથી કરી રહી તો તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીએ. આ ઉપચાર સૂકી ઉધરસથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો:
1. જો તમે વધુ પડતી ઉધરસથી પરેશાન છો તો આદુના નાના ટુકડામાં એક ચપટી મીઠું મિક્સ કરીને તેને મોઢામાં રાખો. ધીરે ધીરે આદુનો રસ ગળે ઉતારવો. દિવસમાં 2 થી 3 વખત આ ઉપાય કરવાથી લાભ થશે.
2. મધ અને કાળા મરીનું સેવન કરવાથી પણ ઉધરસથી છુટકારો મળે છે. તેના માટે 4-5 કાળા મરીને પીસી તેનો પાવડર બનાવી લો. કાળા મરીના પાવડરમાં મધ મિક્સ કરી તેને ચાટી જવું.
3. આદુ અને મધ બંને સૂકી ઉધરસમાં રાહત આપે છે. આદુનો રસ કાઢી તેમાં સમાન માત્રામાં મધ ઉમેરી તેનું સેવન કરવાથી ગળુ સુકાતું નથી અને ઉધરસથી પણ રાહત મળે છે.
4. ઉધરસમાં રાહત મેળવવા માટે અડધા ગ્લાસ હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવું. આ રીતે દરરોજ મધનું સેવન કરવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે