Eye: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોર

Eye: મોટાભાગના લોકો આંખની કેટલીક સમસ્યાને સામાન્ય ગણી તેને ઈગ્નોર કરે છે. જેમકે આંખ લાલ થઈ જવી, ખંજવાળ આવવી, ડ્રાયનેસ, આંખમાં દુખાવો વગેરે સમસ્યા પર ધ્યાન આપતા નથી. પરંતુ આ સમસ્યાઓ કેટલીક વખત શરીરમાં વધતી જીવલેણ બીમારીનો સંકેત પણ હોય શકે છે.

Eye: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોર

Eye: જેમ જેમ ઉંમર વધે તેમ આંખ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કેટલાક એવા લક્ષણો પણ છે જે શરીરમાં વધતી ગંભીર બીમારીઓનો સંકેત કરે છે. એટલે કે વ્યક્તિની આંખ તેના સ્વાસ્થ્યને લઈને સંકેત આપે છે. આજે તમને એવા 6 સંકેત વિશે જણાવીએ જે શરીરમાં વધતી બીમારી વિશે જણાવે છે. 

આ 6 લક્ષણોને ન કરો ઇગ્નોર 

બબલ્સ દેખાવા 

ઘણી વખત અચાનક આંખમાં દુખાવો થાય છે અને આંખની પાછળની દિવાલ પર બબલ્સ જેવું દેખાય છે. જો આવો અનુભવ થાય તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આવું ત્યારે થાય છે જ્યારે આંખની દિવાલ અસામાન્ય રીતે ફુલવા લાગે. આ સમસ્યાને ઇગ્નોર કરવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. 

ટ્યુમરનો સંકેત 

જો શરીરમાં ટ્યુમર વધતું હોય તો તેના ઘણા બધા સંકેત જોવા મળે છે પરંતુ આંખમાં જોવા મળતા સંકેતની વાત કરીએ તો ટ્યુમર વધે ત્યારે વ્યક્તિને દેખાવામાં સમસ્યા થવા લાગે છે. કેટલાક દર્દીને ધૂંધળું દેખાય છે તો કેટલાક દર્દીને કાળુ ધાબુ જોવા મળે છે. ઘણા લોકોને ટ્યુમરની સ્થિતિમાં ડબલ વિઝન થઈ જાય છે. 

તેજ રોશનીથી સમસ્યા 

અચાનક આંખમાં તીવ્ર પ્રકાશ પડે તો થોડીવાર માટે જોવામાં તકલીફ થાય છે. પરંતુ કેટલાક મામલામાં આ સ્થિતિ ભયાનક બીમારીનો સંકેત હોઈ શકે છે. લ્યુપસ એક ઓટોઇમ્યુન બીમારી છે. જેમાં શરીર રોગ સામે લડી શકવામાં મુશ્કેલીનો સામનો કરે છે. આ સ્થિતિ ગંભીર થઈ જાય તો હાર્ટ સ્ટ્રોક કે હાર્ટ એટેક આવી શકે છે 

સ્કીન કેન્સર 

સ્કીન કેન્સરના લક્ષણ પણ આંખમાં જોવા મળે છે. જેમાં આંખની ઉપર નીચે કે ખૂણામાં કેન્સર સેલ્સ બનવા લાગે છે. આ સ્થિતિમાં પાપણની ત્વચા કઠોર થવા લાગે છે. સાથે જ આંખમાં કંઈક હોવાનો અનુભવ સતત થાય છે. આ લક્ષણ સ્કીન કેન્સરનું સંકેત હોઈ શકે છે. 

હાઈ બ્લડ પ્રેશર 

હાઈ બ્લડ પ્રેશરથી પણ હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે. કોઈ વ્યક્તિની આંખ પરથી સરળતાથી જાણી શકાય છે કે તેને હાઈ બ્લડ પ્રેશર છે. આંખમાં દેખાતી બ્લડ વેન્સ ધ્યાનથી જોવા પર તે ધીરે ધીરે વધારે લાલ દેખાવા લાગે છે. તેમાં બ્લડ સ્પોટ પણ દેખાય છે. આ સંકેતો બ્લડ પ્રેશર હાઈ હોવાના હોય છે. 

બેડ કોલેસ્ટ્રોલ લેવલ 

બેડ કોલેસ્ટ્રોલ અંગે પણ આંખ પરથી જાણી શકાય છે. આંખની આસપાસની ત્વચા પર પીળો ઉપસેલો ભાગ દેખાય તો તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું વધેલું પ્રમાણ દર્શાવે છે. બેડ કોલેસ્ટ્રોલમાં આંખની અંદર પણ પીળાશ દેખાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news