Coconut oil: નાળિયેર તેલમાં આ સફેદ પાવડર મિક્સ કરી લગાડો ચહેરા પર, 7 દિવસમાં ત્વચાની રંગત બદલી જશે

Coconut oil: કરચલીઓને ઘટાડવા માટે મોંઘી એન્ટી એજીંગ પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે તમે ઘરેલુ વસ્તુઓની મદદથી ત્વચા પર નિખાર વધારી શકો છો. ચહેરા પરથી કરચલીઓ દુર કરવા અને નિખાર વધારવા માટે નાળિયેર તેલ ઉપયોગી છે. આજે તમને જણાવીએ નાળિયેર તેલનો ઉપયોગ કરવાની સાચી રીત.

Coconut oil: નાળિયેર તેલમાં આ સફેદ પાવડર મિક્સ કરી લગાડો ચહેરા પર, 7 દિવસમાં ત્વચાની રંગત બદલી જશે

Coconut oil: વધતી ઉંમરની અસર ચહેરા પર સૌથી પહેલા અને ઝડપથી દેખાવા લાગે છે. ચહેરા પર કચરલીઓ અને ફાઈન લાઈન્સ બની જાય તો તેનાથી ત્વચા વૃદ્ધ દેખાવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવો સરળ છે. આજે તમને પણ આ સરળ રસ્તો જણાવી દઈએ. આ એક એવો નુસખો છે જેમાં કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ખર્ચ વિના તમે માત્ર 7 દિવસમાં બેદાગ, ચમકતી અને સુંદર ત્વચા મેળવી શકો છો. તેના માટે તમારે નાળિયેર તેલનો ઉપયોગ કરવાનો છે. 

ઘરના રસોડામાં એક સીક્રેટ ઈંગ્રેડિયંટ છે જે નાળિયેર તેલ સાથે મિક્સ કરી લગાડવાથી ત્વચા પર અદ્ભુત સૌંદર્ય વધારે છે. આ વસ્તુ દરેક ઘરના રસોડામાં હોય છે. અહીં વાત થઈ રહી છે બેકિંગ સોડાની. બેકિંગ સોડાને નાળિયેર તેલ સાથે મિક્સ કરી લગાડવાથી ત્વચાની રંગત સુધરી જાય છે. 

નાળિયેરથી થતા લાભ

નાળિયેર તેલમાં ફેટી એસિડ, એન્ટી ઓક્સીડન્ટ હોય છે. જે ત્વચાને જરૂરી મોઈશ્ચર પુરુ પાડે છે. તેનાથી સ્કિનને અંદરથી પોષણ મળે છે. નાળિયેર તેલમાં વિટામિન ઈ હોય છે જે સ્કિનને રીપેર કરે છે.

બેકિંગ સોડાથી થતા લાભ

બેકિંગ સોડા કરચલીઓને ઘટાડે છે. બેકિંગ સોડા ચહેરાની ગંદકીને સાફ કરે છે. તે ત્વચા પરથી ડેડ સ્કિન હટાવે છે જેથી ત્વચા યુવાન દેખાય. બેકિંગ સોડા સ્કિનના ડાઘ પણ દુર કરે છે. 

બેકિંગ સોડા અને નાળિયેર તેલનો નુસખો

કરચલીઓ ઘટાડવા માટે બેકિંગ સોડા અને નાળિયેર તેલને મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને રોજ ચહેરા પર 5 મિનિટ માટે લગાડો. 5 મિનિટ પછી હળવા હાથે માલિશ કરી ચહેરા પરથી તેને સાફ કરો. નિયમિત 7 દિવસ સુધી આ પેસ્ટ લગાડવાથી સ્કિન ટાઈટ અને હાઈડ્રેટ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news