કોરોનામાં ફેફસાને હેલ્ધી રાખવા છે, તો કરો આ ખાસ પ્રકારના તેલનો ઉપયોગ
Trending Photos
- આ તેલ આપણી ત્વચા માટે એક નેચરલ બગની જેમ કામ કરે છે.
- બીજા કેમિકલ પ્રોડક્ટની સરખામણીમાં તે સ્કીનના ઈન્ફેક્શનને દૂર કરવામાં વધુ અસરકારક સાબિત થાય છે.
- યુકેલિપ્ટસનું તેલ તમારા આંતરડામાં રહેલા કીટાણુઓને દૂર કરવાની સાથે તમારી ત્વચાની પણ સંભાળ રાખે છે
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ ફેફસા પર જ સીધા ત્રાટકે છે. કોરોના વાયરસ (corona virus) માણસના ફેફસાને એટલી હદે નુકસાન કરે છે કે તેની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. તો બીજી તરફ પ્રદૂષણ પણ આપણા ફેફસાને ઓછું નુકસાન નથી કરતું. રિસર્ચ અનુસાર, હૃદય સંબંધી અને શ્વાસ સંબંધી સમસ્યાઓ આ પ્રકારના પ્રદૂષણથી થાય છે. તે તમારા ફેફસા પર ખરાબ અસર કરે છે અને તમારા શ્વસન તંત્રની કોષિકાઓ ડેમેજ કરી શકે છે. જેને કારણે તમારા ફેફસા સારી રીતે કામ નથી કરી શક્તા. જેમ આપણે જાણીએ છીએ કે, ફેફસા (lungs) મનુષ્યના શરીરનું એક મહત્ત્વનો અંગ છે અને તેની કામ કરવાની ક્ષમતા અટકી જવાથી સ્વાસ્થ્ય (health) પર ખરાબ અસર પડી શકે છે. તેથી આપણા ફેફસાને હેલ્ધી રાખવા માટે પ્રદૂષણથી બચવા વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. આજના પ્રદૂષણવાળા જમાનામાં યુકેલિપ્ટસનુ તેલ ફેફસાને સાફ રાખવા માટે બહુ જ ઉપયોગી છે, તો ચાલો જાણીએ આ તેલથી થનારા ફાયદાઓ વિશે.
યુકેલિપ્ટસનું તેલ પોતાના ઔષધીય ગુણોને કારણે લોક વપરાશમાં છે. જોકે, આ તેલ એરોમેટિક નથી હોતું, તેમ છતાં તેમાં બીજા એરોમેટિક તેલ જેવી સુંગધ આવે છે. તેમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી, એન્ટી-સ્પાજ્મોડિક, એન્ટી-સેપ્ટિક અને એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે, જે તેલને બહુ જ ખાસ બનાવે છે. આ તેલ અનેક રીતે ફાયદાકારક છે.
આ પણ વાંચો : અમદાવાદ શહેર કોંગ્રેસમાં કકળાટ શરૂ, પૂર્વ પ્રમુખ દિનેશ શર્મા લડતના મૂડમાં મેદાનમાં ઉતર્યાં
- એન્ટીસેપ્ટીક ગુણ હોવાને કારણે આ તેલ બળેલા, કાપેલા અને અનેક પ્રકારના જખમના આસાનીથી ભરી દે છે. તે ત્વચામાં થતા કેટલાક ઈન્ફેક્શનથી પણ બચાવે છે.
- જો તમે માનસિક રીતે થાકી ગયા છો, અથવા તો તણાવમાં છો, અથવા વધુ ચિંતિંત છો, તો યુકેલિપ્ટસનું તેલ તમારા સ્વાસ્થ્ય માટે આરામદાયક બની રહેશે.
- યુકેલિપ્ટસનું આ તેલ તમારા માંસપેશીઓના દર્દ માટે બહુ જ ફાયદાકારક હોય છે. આ તેલથી મસાજ કરવાથી જલ્દી આરામ મળે છે.
- જો તમને દાંતોમાં કેવિટી, પ્લેક્સ કે પછી અન્ય કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શન છે, તો આ તેલ તેને આસાનીથી દૂર કરી દેશે. કેમ કે, તેમાં જર્મીસિડલ ગુણ હોય છે, જે આપણા માઉથવોશ અને ટૂથપેસ્ટમાં હોય છે.
- આ તેલ આપણી ત્વચા માટે એક નેચરલ બગની જેમ કામ કરે છે અને બીજા કેમિકલ પ્રોડક્ટની સરખામણીમાં તે સ્કીનના ઈન્ફેક્શનને દૂર કરવામાં વધુ અસરકારક સાબિત થાય છે.
- યુકેલિપ્ટસનું તેલ તમારા આંતરડામાં રહેલા કીટાણુઓને દૂર કરવાની સાથે તમારી ત્વચાની પણ સંભાળ રાખે છે.
- તાવ, ડાયાબિટીઝ અને ટીબી જેવી બીમારીને દૂર કરવામાં પણ આ તેલ બહુ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાતં શ્વાસ સંબંધી બીમારીઓને પણ દૂર કરવામાં તે ઉપયોગી છે. શરદી, ખાંસી, અસ્થમા અને બ્રોન્કાઈટીસથી લઈને તમારા ફેફસાને સાફ કરવામાં યુકેલિપ્ટસનું તેલ અક્સીર નીવડે છે.
ફેફસા માટે યૂકેલિપ્ટસના તેલ કેવી રીતે ઉપયોગ કરશો
યૂકેલિપ્ટસના તેલમાં પ્રાકૃતિક ઔષધીય ગણ હોય છે. જેને કારણે તે વાયુ પ્રદૂષણને લીધે ફેફસામાં થતી સમસ્યાઓી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સ્વસ્થ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ માટે જરૂરી છે કે, તમે તમારા ફેફસાને સ્વસ્થ રાખો. તો, યૂકેલિપ્ટસના તેલનો કેવી રીતે ઉપયોગ કરવો, તે રીત પણ જાણી લો.
- એક મોટા વાડકામાં પાણીને ગરમ કરો.
- આ ગરમ પાણીમા યુકેલિપ્ટસના તેલના 4થી 5 ટીપા ઉમેરો.
- સપ્તાહમાં બેથી ત્રણવાર આ પ્રકારના પાણીનો બાફ લો. આવુ કરવાથી તમારા ફેફસામા રહેલું ટોક્સિક પદાર્થ અને મળ બહાર નીકળી જશે અને તમારા ફેફસા સારી રીતે કામ કરવા લાગશે.
- આ બાફ રેગ્યુલર લેવાથી ફ્લૂ, બ્રોન્કાઈટીસ, શરદી ઉપરાંત શ્વાસ સંબંધી તકલીફોમાં પણ આરામ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે