સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણમાં જમતા હોવ તો સાવધાનઃ જાણો કઈ ધાતુના વાસણમાં જમવાથી થાય છે લાભ, અને કઈ ધાતુ છે હાનિકારક

જમીન પર પલાંઠી વાળીને બેસવાથી શરીરને અનેક ફાયદા થાય છે. એટલે જ તો પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા અને તંદુરસ્ત રહેતા હતા. જોકે સાથે-સાથે કેવા વાસણમાં તમે જમો છો એ પણ તમારા સ્વાસ્થય પર વિવિધ અસર કરે છે. એટલે જ તમારે કેવી ધાતુના વાસણમાં જમવું તે આ આર્ટીકલ વાંચીને નક્કી કરી લેવું.

સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણમાં જમતા હોવ તો સાવધાનઃ જાણો કઈ ધાતુના વાસણમાં જમવાથી થાય છે લાભ, અને કઈ ધાતુ છે હાનિકારક

ઝી બ્યૂરો, અમદાવાદઃ પથારી કે ખુરશી પર બેસવા કરતાં જમીન પર બેસવું ફાયદાકારક હોય છે. સાથે જ જમીન પર બેસીને જમવું એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ પણ દર્શાવે છે. ભારતમાં જમીન પર બેસીને જમવાની પ્રથા ઘણી જૂની છે. આજે પણ ગામડામાં લોકો જમીન પર બેસીને જમવાનું પસંદ કરે છે. પરંતુ જમીન પર બેસવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે ભાગ્યે જ લોકોને ખબર હશે. જમીન પર બેસીને જમવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે તેની સાથે અનેક ફાયદાઓ પણ થાય છે. તો આવો જાણીએ પલાંઠી મારીને બેસવાના ફાયદા.

આજના સમયમાં શહેરમાં રહેતા મોટાભાગના લોકો ડાઈનિંગ ટેબલ પર બેસી જમવાનું પસંદ કરતા હોય છે. પરંતુ હવે તો અનેક હેરિટેજ અથવા ભારતીય પરંપરાને દર્શાવતી હોટેલમાં જમીન પર આસન પાથરી બેસાડવાની પ્રથા શરૂ થઈ ગઈ છે. આ પ્રથાને લોકો પસંદ પણ કરી રહ્યા છે. પલાઠી વાળીને બેસવું તે એક પ્રકારનું આસન છે. તે આસનને સુખાસન કહેવામાં આવે છે. આસનની આ મુદ્રામાં બેસીને જમવાથી પાચનશક્તિ મજબૂત બની રહે છે. તેનાથી પાચક રસ યોગ્ય રીતે પોતાનું કામ કરી શકે છે. આ સાથે જ જમીન પર બેસવાથી વજન સંતુલિત રાખવામાં પણ મદદ મળે છે. આ ઉપરાંત જમીન પર બેસવાના બીજા પણ ઘણા ફાયદા હોય છે. જમીન પર બેસવાથી શરીરના નીચેના ભાગની માંસપેશિઓ સ્ટ્રેચ થાય છે. જે તમારા શરીરને ફ્લેક્સીબલ બનાવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે જ પગ મજબૂત બને છે. જમીન પર બેસીને જમવાથી બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે. તેનાથી હૃદય તંદુરસ્ત રહે છે અને તેની સાથે સંકળાયેલ બીમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે.

પરિવારના તમામ સભ્ય જ્યારે જમીન પર બેસી જમે છે અથવા વાતો કરે છે ત્યારે તેમની વચ્ચેનો સંબંધ મજબૂત થાય છે અને પ્રેમ વધે છે. આ સાથે જ આ મુદ્રામાં બેસવાથી શરીરને કેટલીય પરેશાનીઓ દૂર થઇ જાય છે. જો કે, જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત બેસવામાં કેટલીક મુશ્કેલીઓ પડતી હોય તેમણે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ જમીન પર બેસવાની આદત પાડવી જોઇએ. પલાઠી વાળી જમીન પર બેસી જમવાથી સ્વાસ્થયને અનેક ફાયદાઓ તો થાય જ છે. પરંતુ જો જમવાના વાસણ અથવા ભોજન પકવવાનું વાસણ યોગ્ય ધાતુનું હોય તો સ્વાસ્થય માટે તે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

1.માટીના વાસણમાં જમવાથી થાય છે ફાયદોઃ
માટીના વાસણમાં ખોરાક રાંધવા અને જમવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ખોરાકમાં રહેલા તત્વો નષ્ટ પામતા નથી. માટીના ઘડા અથવા કુંજામાં સંગ્રહ કરીને રાખેલું પાણી પીવાથી તરસ છીપાય છે અને શરીરને શીતળતા મળે છે જે ફ્રીઝકોલ્ડ વોટરમાં પણ અનુભવાતી નથી. ઉપરાંત તેનાથી કોઈપણ પ્રકારનું નુકશાન નથી થતું, પાચન શક્તિ સુધરે છે અને શરીરમાં હાનિકારક તત્વો પણ નથી પ્રવેશતા.

2.લોખંડ (IRON) ના વાસણનો ઉપયોગ અને તેનાથી શરીરને થતા ફાયદા
આપણે ત્યાં રોટલી કે ભાખરી શેકવા માટે મોટેભાગે લોખંડ (IRON) ની લોઢી અથવા તવીનો ઉપયોગ કરવામાં આવે છે આજે તેનો ફાયદો પણ જોઈએ. લોખંડ (IRON) ના વાસણમાં જમવાનું રાંધવાથી શરીરમાં લોહી અને આયરનની ઉણપ નથી રહેતી. કારણ કે લોઢાના વાસણોમાં પૂરતા પ્રમાણમાં આયરન હોયે છે જે ખોરાક સાથે મળી શરીરમાં પહોંચે છે અને શરીરના આંતિરક સંતુલન બનાવી રાખવામાં સહાયરૂપ બને છે. જે લોકોને આયરનની ઉણપ હોય તેવા લોકોએ ખાસ કરીને લોખંડ (IRON) ના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવો જોઈએ.

3.પિત્તળ (BRASS) ના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને થતા ફાયદા
પિત્તળ (BRASS) એ કોપર અને કાંસ્ય એમ બે પ્રકારની ધાતુઓનું મિશ્રણ છે. પિત્તળ (BRASS) ના વાસણમાં જયારે ખોરાક રાંધવામાં આવે છે ત્યારે ઊંચા તાપમાનને કારણે પિત્તળ (BRASS) ના તત્વો ખોરાક સાથે ભળી જાય છે જેથી ખોરાક લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. એ ઉપરાંત પિત્તળ (BRASS) ના વાસણમાં સંગ્રહ કરેલું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, મન અને મસ્તિષ્ક શાંત રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે. તેથી પિત્તળ (BRASS) ના વાસણમાં ખાવાથી પણ આ ફાયદાઓ થાય છે.

4.તાંબા (COPPER) ના વાસણનો ઉપયોગ અને તેનાથી શરીરની થતા ફાયદા
તાંબા (COPPER) ના વાસણમાં ખોરાક રાંધવા કે જમવાથી વધુ તેમાં પાણીનો સંગ્રહ કરી પીવાથી વધુ લાભ મળે છે. તાંબા (COPPER) ના વાસણમાં પાણીને સંગ્રહ કરવાથી તે પાણીને શુદ્ધ અને શીતળ કરે છે. રાત્રે તાંબા (COPPER) ના વાસણમાં સંગ્રહ કરેલ પાણીનો સવારે પીવામાં ઉપયોગ કરવાથી શરીરમાં દિવસભર સ્ફૂર્તિ રહે છે. અને જો આ પ્રયોગ નિયમિત રીતે કરવામાં આવે તો બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે અને પેટના વિકાર સંબંધી સમસ્યા પણ નથી રહેતી.

5. ચાંદી (SILVER) ના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને થતા ફાયદા
ચાંદી (SILVER) ના વાસણમાં ખોરાક જમવાથી ચાંદીના તત્વો શરીરમાં હાડકાંઓ અને માંસપેશીઓને આંતરિક મજબૂતી આપે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ સંતુલિત રાખે છે.

6. સોના (GOLD) નાં વાસણનો ઉપયોગ કરવાથી શરીરને થતા ફાયદા
સોના (GOLD) ના વાસણમાં જમવું ભાગ્યશાળી લોકોના નસીબમાં જ હોય છે પરંતુ માહિતી હોય તો ક્યારેક આવા વાસણોનો ઉપયોગ કરવાનો અવસર મળે તો ચોક્કસથી અવસર લઈ જ લેવો. સોના (GOLD) નાં વાસણમાં જમવાથી તેમાં રહેલા સૂક્ષ્‍મ તત્વો ખોરાક સાથે ભળી શરીરમાં પહોંચી તેને અંદરથી મજબૂત બનાવે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, મન અને મગજ શાંત રહે છે તેમજ શરીર ઉર્જાથી ભરપૂર રહે છે.

7. કેળના પાંદડાનો ઉપયોગ અને તેનાથી શરીરની થતા ફાયદા
અલગ - અલગ ધાતુઓના વાસણમાં ખોરાક રાંધવા અને જમવાથી થતા ફાયદાઓ વિષે તો તમે માહિતી મેળવી લીધી હવે જાણો કેળના પાંદળામાં ભોજન કરવાના ફાયદા. કેળના પાંદડા પર ગરમ - ગરમ ખોરાક જમવાથી તેમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા ખોરાક સાથે મળી શરીરમાં જાય છે અને આંતરડાને મજબૂત બનાવવા અને તેની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news