પાચનતંત્ર મજબૂત રાખવા માટે કરો આ ઉપાય, સામાન્ય ઉપાયથી કાયમી સમસ્યાનું થશે સમાધાન
તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે, તમારે હળવો અને આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. સૌથી મોટી વાત એ છે કે તમે સમયસર ખોરાક ખાઓ . આ સિવાય ફાઈબરથી ભરપુર ખોરાક લો, ખોરાકને પચાવવા માટે કસરત પણ જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ જંકફૂડ અને બહારના નાસ્તા આપણી પાચન શક્તિને નબળી કરી નાંખે છે. પાચન તંત્ર સાથે સંકળાયેલ સૌથી સામાન્ય સમસ્યાઓમાં ઝાડા, કબજિયાત, ચીડિયાપણું, પેટનું ફૂલવું, પેટની ખેંચાણ, ગેસ અને ઉબકા છે. તેનાથી રાહત મેળવવા માટે, લોકો વિવિધ ઉપાયો અજમાવે છે, આ પછી પણ ઘણી વાર રાહત નથી મળતી. આવી સ્થિતિમાં, તમે તમારી પાચન શક્તિને તંદુરસ્ત રાખવા માટે કેટલીક સરળ ટીપ્સને પણ અનુસરી શકો છો. તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે, તમારે હળવો અને આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. સૌથી મોટી વાત એ છે કે તમે સમયસર ખોરાક ખાઓ . આ સિવાય ફાઈબરથી ભરપુર ખોરાક લો, ખોરાકને પચાવવા માટે કસરત પણ જરૂરી છે.
પાચનતંત્રન સ્વસ્થ રાખવા માટેના ઉપાયો--
ફાઇબરયુક્ત આહાર લો:
ફાઈબર પાચનમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. બંને પ્રકારના ફાઇબર, દ્રાવ્ય ફાઇબર અને અદ્રાવ્ય ફાઇબરનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. આ બંને તમારી પાચન સિસ્ટમ માટે વિવિધ રીતે સહાય કરે છે. ફાયબરના સારા સ્રોતમાં ફળો, શાકભાજી, અનાજ, સુકામેવા અને લીલા શાકભાજી સામેલ કરો.
ચાવીને ખાઓ:
ખોરાકને પચાવવા માટે, તેને સારી રીતે ચાવીને ખાવું. જ્યારે તમે તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવશો, ત્યારે તે તમારી પાચન સિસ્ટમનું કાર્ય સરળ બનાવે છે. તેથી, ઉતાવળમાં ખોરાક ન લો, કારણ કે તેનાથી અપચો થઈ શકે છે. તેથી તમારા ખોરાકને યોગ્ય રીતે અને ધીમેથી ચાવવું.
હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ:
પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. તે પાચન સ્વાસ્થ્ય માટે સારું છે. આ સિવાય તમારે તાજા ફળોના જ્યુસ, લીંબુનું શરબત અથવા નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ.
કસરત કરવી જરૂરી:
જમ્યા પછી પથારીમાં ન જવું. થોડીક વાર ચાલો, કારણ કે સ્વાસ્થ્ય માટે વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે ઉઠીને તમે કસરત કરવા જઈ શકો છો, રનીંગ અને યોગ કરી શકો છો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ તમારી પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જમીને તરત પાણી ન પીવો:
જમીને તરત પાણી ન પીવું જોઈએ...જમીન તરત પાણી પીવાથી પેટ ભારે થઈ જાય છે અને તમને પેટમાં અકળામણ થશે. જમીન તરત પાણી પીશો તો પાચન તંત્ર પર પણ અસર પડે છે. જેથી જમ્યાના અડધો કલાક બાદ તમે પાણી પી શકો છો.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે