RO Water: એકદમ ચોખ્ખું પાણી શું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક? જાણો શું કહે છે એક્સપર્ટ
RO purifier: જો તમે પણ વિચારો છો કે RO ફિલ્ટરવાળું પાણી તમારા માટે સારું છે, તો પછી વિચારો. વિશેષજ્ઞ ચેતવણી આપે છે કે વધુ શુદ્ધ પાણી હકિકતમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે.
Trending Photos
RO Water Effect On Health: જો તમે પણ વિચારો છો કે RO ફિલ્ટરવાળું પાણી તમારા માટે સારું છે, તો પછી વિચારો. વિશેષજ્ઞ ચેતવણી આપે છે કે વધુ શુદ્ધ પાણી હકિકતમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. તેમનું કહેવું છે કે જો તમે RO Water ફિલ્ટર લગાવો છો, સુનિશ્વિત કરવું પડશે કે પાણીમાં દ્રાવ્ય ઘન પદાર્થ (TDS) 200-250 મિલીગ્રામ પ્રતિ લીટર હોવું જોઇએ, જેથી કેલ્શિયમ અને મેગ્નીશિયમ સહિત તમામ આવશ્યક મિનરલ્સ હાજર રહ્યા.
Black Beard: દાઢીના સફેદ વાળને 7 દિવસમાં કરો કાળા ભમ્મર, વાળંદ પણ પણ પૂછશે સીક્રેટ
Health Tips: ઉનાળામાં લીંબુ પાણી પીતાં પહેલાં જાણી લેજો તેના નુકસાન, જઇ શકે છે જીવ
તાજેતરમાં જ આરઓ સિસ્ટમ પર આયોજિત એક વેબિનારમાં મુખ્ય વૈજ્ઞાનિક ડો. અતુલ વી માલધુરે જણાવ્યું હતું કે અશુદ્ધિઓને દૂર કરવા ઉપરાંત RO ફાયદાકારક મિનરલ્સને પણ દૂર કરી દે છે. WHO એ પણ RO ઉપયોગ વિરૂદ્ધ ચેતવણી આપી છે. 2019 માં ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે RO મશીન પાણીને સાફ કરવામાં કારગર છે, પરંતુ આ કેલ્શિયમ અને મેગ્નેશિયલને પણ દૂર કરી દે છે. જે એનર્જી પેદા કરનાર તત્વ છે. એટલા માટે RO ફિલ્ટર દ્વારા ઉત્પાદિત જરૂરી તત્વોને એસિડિક પાણીને લાંબા સમય સુધી સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે.
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ
Budh Ast 2024: આ 5 રાશિઓના જીવનમાં તૂટી પડશે દુખોનો પહાડ, જલદી જ ડૂબી જશે 'ગ્રહોના રાજકુમાર'
ઉકાળેલું પાણી પીવું જોઇએ
સર ગંગારામ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએંટરોલોજીના પ્રમુખ ડો. અનિલ અરોડાએ કહ્યું હતું કે આરઓ (RO) પાણીને બદલે, લોકોને નાઈટ્રેટ જેવી અશુદ્ધિઓને ફિલ્ટર કર્યા પછી ઉકાળેલું પાણી પીવું જોઈએ. તેમણે કહ્યું કે ઉકાળવાથી માત્ર બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ જ મરી જશે. તેમણે યાદ અપાવ્યું કે ચેકોસ્લોવાકિયા અને સ્લોવાકિયામાં પાંચ વર્ષ માટે આરઓ વોટર ફરજિયાત બનાવ્યા પછી ત્યાંના સત્તાવાળાઓએ લોકોને સ્નાયુઓમાં થાક, ખેંચાણ, શરીરમાં દુખાવો, યાદશક્તિ ગુમાવવી વગેરેની ફરિયાદ કરી હતી, જેનું કારણ મિનરલ્સની ઉણપ હતું.
ડિપ્રેશન દૂર કરવાનો આર્યુવેદિક ઉપાય: આ 5 જડીબુટ્ટી જાદૂની માફક કરશે કામ
Shivam Dube ની તોફાની ફિફ્ટીએ ધોનીનું જીતી લીધું દિલ, સોશિયલ મીડિયા પર રિએક્શન વાયરલ
શું છે WHO ની ભલામણ?
WHO એ પ્રતિ લીટર પાણીમાં 30 મિલિગ્રામ કેલ્શિયમ, 30 મિલિગ્રામ બાયકાર્બોનેટ અને 20 મિલિગ્રામ મેગ્નેશિયમની ભલામણ કરી છે. મેદાંતા હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ (ગેસ્ટ્રોએન્ટેરોલોજી) ડૉ. અશ્વિની સેઠિયાએ TOI ને જણાવ્યું હતું કે RO વોટર ફિલ્ટર રોગ પેદા કરતા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને ગંદકીને ફિલ્ટર કરે છે, પરંતુ આપણે જરૂરી ખનિજોથી વંચિત રાખીને કિંમત ચૂકવવી પડે છે. જો કે તેનો કોઈ સંપૂર્ણ ઉકેલ નથી, પરંતુ કોટન ફિલ્ટરથી ગાળીને 20 મિનિટ સુધી પાણી ઉકાળવું એ સારો વિકલ્પ હોઈ શકે છે.
હોળી રમ્યા બાદ ચહેરા પર લગાવી લો આ 2 પાંદડાનો અર્ક, નહી આવે ખંજવાળ અને દાણા!
CNG SUVs: સીએનજી સાથે બજારમાં ઉપલબ્ધ છે આ SUVs, ઓછી કિંમતમાં વધુ માઇલેજ
ડો. સેઠિયાએ આગળ કહ્યું કે પાણીમાં હાજર સૂક્ષ્મ તત્વ આપણા હોર્મોન્સ અને એંજાઇમનો ભાગ હોય છે. જો તેમને લેવામાં ન આવે, તો શરીર ઘણી હદે પ્રભાવિત થઇ શકે છે. આવા અભાવના કારણે સામાન્ય લક્ષણોમાં થાક અને નબળાઇ રોગ પ્રતિકારક ક્ષમતા સામેલ છે.
શું થઇ શકે છે સમસ્યાઓ?
'આરો પાણીના સેવનના કારણે માનવ સ્વાસ્થ્ય પર પ્રભાવ 'શીર્ષકથી એક રિસર્ચમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યું કે લાંબા સમયમાં, આ ઓસ્ટિયોપોરોસિસ, સંધિવા, ડિપ્રેશન, મૂડમાં ફેરફાર, ચિડચિડીયાપણું, હાડકાંને નુકસાન અને વાળ ખરવાનું મુખ્ય કારણ બને છે. 2022 માં સુપ્રી કોર્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના તે આદેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડને તે તમામ આરઓ નિર્માતાઓને જળ શોધક પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જ્યાં પાણીમાં ટીડીએસનું સ્તર 500 મિલીગ્રામ પ્રતિ લીટરથી ઓછું છે.
વાળનું સુરક્ષા કવચ છે એલોવેરા, ફાયદા જાણશો તો પાડોશીના ત્યાંથી તોડી લાવશો
જીમ જવાનો સમય નથી? તો વજન ઓછું કરવા માટે સવારે પી શકો છો આ ડ્રીંક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે