જમતી વખતે પાણી પીવાની આદત હોય તો જાણી લેજો આ વાત, નહીં તો તકલીફ પડશે

શું તમે જમતાં સમયે પાણી પીઓ છો, આજે જાણી લો તમે યોગ્ય કરી રહ્યા છો કે અયોગ્ય? શું તમે પણ જમવાના સમયે વચ્ચે પાણી પીવો છો? તો તમારે જાણી લેવું જોઈએ કે તમારી આ આદત સારી છેકે ખરાબ. અમે તમને જણાવીશું કે જમવાના સમયે વચ્ચે પાણી પીવું કેટલું યોગ્ય છે.

જમતી વખતે પાણી પીવાની આદત હોય તો જાણી લેજો આ વાત, નહીં તો તકલીફ પડશે

નવી દિલ્લી: તમારા ઘરમાં, તમારી આજુ-બાજુ, હોટલમાં તમે અનેક લોકોને એવા જોયા હશે કે જે જમતાં સમયે પોતાની સાથે પાણીનો ગ્લાસ કે બોટલ સાથે લઈને બેસે છે. અને ખાતાં-ખાતાં પાણી પીએ છે. બની શકે કે તમે પણ આવું કરતા હોય. પરંતુ તમે ક્યાંય એવું વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે લોકોને ખાતાં-ખાતાં પાણી ન પીવું જોઈએ. ભોજનની સાથે પાણી ન પીવાના અનેક તર્ક આપવામાં આવે છે.

કહેવામાં આવે છે કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જોકે અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાતાં-ખાતાં પાણી પીવાથી નુકસાન થતું નથી. અને કોઈપણ વ્યક્તિ ભોજનની સાથે પાણી પી શકે છે. એવાં જાણીએ કે આખરે ભોજન સાથે પાણી પીવાની આદત કેટલી યોગ્ય છે અને તેની પાછળની શું કહાની છે.

શું ખોરાકની સાથે પાણી પીવું ખોટું છે:
અવારનવાર કહેવામાં આવે છે કે જમતાં પહેલાં અડધા કલાકથી લઈને જમ્યા પછી અડધા કલાક સુધી પાણી પીવું ન જોઈએ. કહેવામાં આવે છે કે જો ખાવાની સાથે પાણી પીઓ એટલે તમારા મોઢામાં લાળ બનવાની બંધ થઈ જાય છે. અને તેનાથી પાચન ક્રિયા પ્રભાવિત થાય છે. સાથે જ તેનાથી ન્યૂટ્રિશિયનનું ઓબ્ઝોર્પશન પણ ઓછું થઈ જાય છે. જેનાથી તમને ખોરાકના પોષક તત્વ મળતા નથી. અનેક લોકોનું કહેવું છે કે તેનાથી એસિડિટીની પણ સમસ્યા થઈ શકે છે. અને વજન વધવાની પણ ફરિયાદ પણ આવે છે.

અનેક રિપોર્ટ્સ આ દાવાને માને છે ખોટો:
ખોરાકની સાથે પાણી પીવાથી કોઈપણ મુશ્કેલી આવતી નથી. સાથે જ આવા રિસર્ચ છે, જે જણાવે છે કે ખોરાકની સાથે પાણી પીવું નુકસાનદાયક છે. જ્યારે ઈન્ટરનેટ પર પણ અનેક એવા રિપોર્ટ્સ છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમે ખોરાકની સાથે આરામથી પાણી પી શકો છો.

શું કહે છે USA Todayનો રિપોર્ટ:
આ રિપોર્ટમાં તેનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. અને જણાવ્યું છે કે ખોરાકની સાથે પાણી પીવાથી નુકસાન થતું નથી. આ રિપોર્ટમાં અનેક એક્સપર્ટના આધાર પર આ વાતને માનવામાં આવી છે. મેડિસિન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર મિશેલ પિક્કોએ કહ્યું કે જમતાં સમયે પાણી પીવાથી પાચનમાં કોઈ મુશ્કેલી થતી નથી. અને પાણી પાચક જ્યૂસને પાતળો કરતો નથી. એટલે ખોરાકની સાથે પાણી પી શકાય છે. અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news